Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પાકિસ્તાન સામે જીતની વધામણીઃ
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને પરાસ્ત કરતા દેશભરમાં ઉજવણીને પગલે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જામનગરમાં પણ હવાઈચોકમાં ભારતના પાકિસ્તાન સામેના 'વિરાટ' વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આતશબાજી થઈ હતી તથા તિરંગા સાથે દેશભક્તિના ગીતો સાથે લોકો ઝૂમી ઊઠ્યા હતાં. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનિષ કનખરા, જામ્યુકોના વિરોધપક્ષના નેતા ધવલ નંદા સહિતના આગેવાનો નગરજનો બહોળી સંખ્યામાં આ વિજયોત્સવમાં જોડાયા હતાં. ઉલ્લેખનિય છે કે, ક્રિકેટમાં ભારત પાકિસ્તાન સામે વિજય મેળવે કે કોઈ ખિતાબ મેળવે ત્યારે હવાઈચોકમાં ઉજવણી કરવામાં આવે છે એ જ પરંપરા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીતને વધાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial