Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીમાં પોણા ચાર વર્ષ પહેલાં થયેલી હત્યાના આરોપીઓને આજીવન કેદની સજા

અગાઉની માથાકૂટનો ખાર રાખી કરાયો હતો હુમલોઃ

જામનગર તા.૨૪ : ઓખામંડળના સુરજકરાડીમાં પોણા ચાર વર્ષ પહેલાં એક યુવાનને ત્રણ શખ્સ અને કાયદાથી સંઘર્ષિત કિશોરે અગાઉની માથાકૂટનો ખાર રાખી ધોકા વડે હુમલો કરી માર મારતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં રહેતા લાલાભા આલાભા માણેક સાથે સુરજકરાડીના ભીમાભા ઉર્ફે પપ્પુભા ઉર્ફે સુનિલ અમરસંગ જગતીયાને બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. લાલાભા ને તેના ભાઈ દેવુભા માણેક સાથે જે તે દિવસે થયેલા ઝઘડાનો ખાર રખાયો હતો.

તે પછી ગઈ તા.૨૬-૫-૨૧ની સાંજે સુરજકરાડીમાં એક હોટલ પાસે લાલાભા રિક્ષા લઈને આવ્યા હતા અને ત્યાં ચા પીતા હતા ત્યારે ભીમાભા અને વિજયભા કારાભા સુમણીયા, ભૂપતભા આશાભા માણેક નામના વ્યક્તિઓ આવી ચઢ્યા હતા. આ શખ્સોએ તેમજ સાથે રહેલા કાયદાથી સંઘર્ષિત કિશોરે લાલાભા માણેકને પકડી રાખી ઢીકાપાટુ તથા ધોકાથી માર માર્યાે હતો. માથા તથા મ્હોંના ભાગે ધોકા ફટકારવામાં આવતા ગંભીર ઈજા પામેલા લાલાભાનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના ભાઈ દેવુભા આલાભાએ ફરિયાદ કરી હતી. પોલીસે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ દ્વારકાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૨૪ સાક્ષીની જુબાની રજૂ કરી હતી. તે ઉપરાંત ફરિયાદીની, તબીબની જુબાની લેવામાં આવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીઓને આઈપીસી ૩૦૨ હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળના ગુન્હામાં એક વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૧૬ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી એડી. પીપી અમિત વ્યાસ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh