Advertisement
Author: નોબત સમાચાર

હાલારની ૪૩૬ સ્કૂલના પપ,૯૯૭ જેટલા વિદ્યાર્થીઓને 'વ્યસનથી છૂટાછેડા' કાર્યક્રમ દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ

જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની આ પ્રવૃત્તિને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાનઃ

જામનગર તા. ૨૪: જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ખાસ વેલસ્કોપ મશીન દ્વારા મોઢાની તપાસના સીરીઝ ઓફ કેમ્પ યોજીને વ્યસનથી છૂટાછેડા કાર્યક્રમ હેઠળ પપ હજારથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં રોજના ર૪૪ તથા દેશમાં પ૪૩પ નવા બાળકો વ્યસન લેતા શીખે છે. શાળાઓમાં ૩૦ ટકા તથા કોલેજમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓ વ્યસન લેતા હોય છે. દર વર્ષે દસ લાખ નવા વ્યસનીઓનો વધારો થાય છે. પ૦ ટકા દર્દીઓને કેન્સર થાય છે, પ૦ ટકામાં નિદાન મોડું થાય છે.

વર્ષ ર૦૧૪ થી વ્યસનમુક્તિ માટે કાર્યરત જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ સંતોની ઉપસ્થિતિમાં વ્યસનથી 'સમૂહ છૂટાછેડા'નો કાર્યક્રમ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ ૪૩૬ સ્કૂલમાં પપ,૯૯૭ વિદ્યાર્થીઓને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા વ્યસન મુક્તિના પાઠ સમજાવ્યા છે. જે માટે સંસ્થાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડથી નવાજવામાં આવી છે.

આ તમામ પ્રકારના પ્રયત્નો છતાં પરિણામ સંતોષજનક ન મળતા નક્કી કર્યું કે, તમાકુથી થતા કેન્સરનું વહેલું નિદાન જો કરાવી શકીએ તો ઘણી જિંદગીઓ તથા ઘર બચાવી શકીએ. ૧૦૦ થી વધારે કર્મચારી ધરાવતી ફેક્ટરીઓમાં સંસ્થાના ડોક્ટર રૂબરૂ જઈ બેકટેરિયલ, વાયરલ, ફંગલ ચપ, સ્કવામસ પેપિલોમા, લાળ ગ્રંથી, ગાંઠો લિકેન પ્લાનસ, લ્યુકોપ્લાકિયા સહિત કેન્સરગ્રસ્ત, પૂર્વ-કેન્સરગ્રસ્ત અને અન્ય જખમ જે સફેદ પ્રકારમાં નરી આંખે દેખાતા નથી તેને વેલસ્કોપ મશીનનો ઉપયોગ કરીને સરળતાથી અને ઝડપથી ઓળખી શકાય છે, તેનું નિદાન કરી રહ્યા છે.

હાલ તા. ૪ ફેબ્રુઆરીથી શરૂ કરી આજ દિમાં તોશી ઈન્ડસ્ટ્રીઝ, દેવી ટર્મરીક્સ, રેનોલ્સ્ટ ધીર ટોયાટો, એક્સ્ટ્રુઝન, સીઆઈએસએફ રિલાયન્સ, વયંકટેશ એન્જિ., અંકીતા એક્સટ્રુઝન, પાર્શ્વનાથ એક્સ્ટ્રશન, રવિ બ્રાસ, ન્યુભારત એન્જિ. વર્કસ, આરામ હોટલ, સિક્કા સિમેન્ટ ફેક્ટરી, પટેલ બ્રાસ, એક્સટ્રઝન, મેટાલકો એન્જિનિયરીંગ ફેક્ટરીઓ, હોટલ તથા ઓફિસોમાં જઈ વેલ્સ્કોપ મશીન દ્વારા સ્ક્રનીંગ કરેલ જેમાં ૧૩ ટકા લોકોને આગળ તપાસની જરૂરિયાત હોય તેઓને આગળ તપાસ માટે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં મોકલવામાં આવે છે.

આ સમગ્ર કેમ્પમાં સંસ્થાના ડેન્ટીસ્ટ ડો. જયબાલાબેન મહેશ્વરી, ડો. જીતલબેન ભટ્ટ તથા ડો. વૈભવ, ડો. સુનેહરા દલ, ડો. ઝરણા આ યજ્ઞમાં પોતાની સેવા આપી સહભાગી બને છે અને આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા પ્રોજેક્ટ ડીરેક્ટર અમરજીત સીંઘ અહલુવાલિયા તથા જે.સી.આર.આઈ. ટીમ ભારે જહેમત ઊઠાવી રહ્યા છે, તેવું સંસ્થાના પ્રમુખ ડો. કલ્પનબેન ખંઢેરિયાએ જણાવ્યું છે.

કેન્સર સામેની આ લડતમાં સહભાગી થઈ જેમણે પોતાની ફેક્ટરીમાં કે ઓફિસમાં આ તપાસ કરાવવી હોય તેમણે કોર્ડીનેટર અમરજીતસિંઘ અહલુવાલિયા (૯૩ર૭૧ ૬૧૪૯૦) નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh