Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન

પાંચ યુગલો પ્રભુતામાં પગલા માંડશેઃ

જામનગર તા. ૨૪: બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના લગ્નઈચ્છુકો માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન તા. ૨૦-૪-૨૦૨૫ના  બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિની વાડી, દ્વારકામાં કરવામાં આવ્યું છે. જેમાં પાંચ યુગલ પ્રભુતામાં પગલા માંડશે. આ અંગેના ફોર્મ તા. ૧૩-૪ ને રવિવારે નારણજી હીરજી ભોગાઈતા વાલ્કેશ્વરીનગરી, પ્લોટ નં.૩/૧૧૯, શ્રી હરસિદ્ધિ ભુવન, જામનગરમાં ભરી શકાશે. પરંતુ પહેલા મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯ ઉપર નામ નોંધાવવાનું રહેશે.

મુખ્ય દાતા નિલેશભાઈ કરશનજી પંડયા (બાંભણીયા) (કેરીચો-કેન્યાવાળા) દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

ફોર્મ ભરતી વખતે યુવક-યુવતીના ઉંમરના દાખલાનું ઓરિજિનલ પ્રમાણપત્ર અને સહી કરેલી નકલ, પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે. વધુ વિગત માટે ઉપરોકત સરનામે અથવા મોબાઈલ નંબરનો સંપર્ક કરવો. નારણજી હીરજી ભોગાઈતા (જામનગર) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh