Advertisement
Author: નોબત સમાચાર

લગ્નપ્રસંગમાંથી ઘરે પરત જતી પાંચ છોકરીઓનું અપહરણઃ દસ-બાર નરાધમોએ કર્યો બળાત્કાર

ઝારખંડના ખૂંટીમાં ખોફનાક અને શરમજનક ઘટનાઃ

રાંચી તા. ૨૪: ઝારખંડના ખૂંટીમાં લગ્નમાંથી પરત ફરી રહેલી પ છોકરીઓનું અપહરણ કરી સામૂહિક બળાત્કારની શરમજનક ઘટના બની છે. ખૂંટીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી પાંચ છોકરીઓનું ૧૦-૧૨ યુવાનોએ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ત્રણને ટેકરી પર લઈ ગયા અને તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.

રાંચી તા. ૨૪: ઝારખંડના ખૂંટીમાં લગ્નમાંથી પરત ફરી રહેલી પ છોકરીઓનું અપહરણ કરી સામૂહિક બળાત્કારની શરમજનક ઘટના બની છે. ખૂંટીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી પાંચ છોકરીઓનું ૧૦-૧૨ યુવાનોએ અપહરણ કર્યુ હતું. ત્યારબાદ તેઓ ત્રણને ટેકરી પર લઈ ગયા અને તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.

ઝારખંડના ખૂંટી જિલ્લાના રાણિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક શરમજનક ઘટના બની. ખૂંટીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી પાંચ છોકરીઓનું ૧૦-૧૨ યુવાનોએ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ત્રણને ટેકરી પર લઈ ગયા અને તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.

રવિવારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. પીડિતોએ અહીં પોતાના નિવેદનો નોંધાવ્યા હતાં. પોલીસે ૧૦-૧૨ છોકરાઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. પીડિતોએ પોલીસને જણાવ્યું કે ૨૧ ફેબ્રુઆરીની રાત્રે પાંચ મિત્રો લગ્ન સમારંભમાંથી ઘરે પરત ફરી રહયા હતા. તે જ સમયે, ૧૦-૧૨ છોકરાઓ તેનો પીછો કરતા આવ્યા અને તેની સાથે છેડતી કરવા લાગ્યા અને તેને જંગલ જેવી ટેકરી તરફ લઈ ગયા. આમાંથી એક છોકરી એક ક્રૂર વ્યક્તિનો હાથ દાંતથી કરડીને ભાગી ગઈ. તે રાક્ષસ બીજી ચાર છોકરીઓને પોતાની સાથે લઈ ગયો. પોલીસને આપેલા નિવેદનમાં, ૧૦ વર્ષની પીડિતાએ જણાવ્યું હતું કે તેના પર ત્રણ પાશવો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમાંથી એકે કહયું કે ત્રણ લોકોએ તેના પર બળાત્કાર કર્યો.

એએસપી ક્રિસ્ટોફર કેરકેટાએ જણાવ્યું હતું કે પોલીસે ૧૦-૧૨ છોકરાઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. બધા આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.

નરાધમની ચુંગાલમાંથી છુટીને ભાગી છુટેલી છોકરીએ ગામલોકોને આ બાબતની જાણ કરી. જ્યારે તે ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે બધા ગુનેગારો ભાગી ગયા હતા.

 પોલીસને આપેલા નિવેદનમાં, ૧૦ વર્ષની પીડિતાએ જણાવ્યું હતું કે તેના પર ત્રણ પાશવો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. બીજી એક પીડિતાએ જણાવ્યું કે તેને સાત ક્રૂર લોકોએ બંધક બનાવી હતી અને તેમાંથી ત્રણે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એકનું નિવેદન નોંધી શકાયું નથી.

અધિક પોલીસ અધિક્ષક ક્રિસ્ટોફર કેર્કેટાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસને રવિવારે આ બાબતની જાણ કરવામાં આવી હતી. પીડિતોના નિવેદન લીધા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ૧૦-૧૨ છોકરાઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બધા આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh