Advertisement
Author: નોબત સમાચાર

શેર માર્કેટનો બ્લેક મન્ડેઃ સેન્સેકસ આજે સવારમાં જ ૮૦૦ પોઈન્ટ તૂટયોઃ રૂપિયા ચાર લાખ કરોડ ધોવાયા

ટ્રમ્પનું ટેરિફ વોર, અમેરિકાની નબળાઈ, ઓવરવેલ્યૂ માર્કેટ સહિતના કારણો

મુંબઈ તા. ૨૪: આજે સવારમાં        જ સેન્સેકસ ૮૦૦ પોઈન્ટ જેટલો તૂટતા શેરબજાર ધડામ દઈને પછડાતા રોકાણકારોના ચાર લાખ કરોડ રૂપિયા ધોવાયા છે. લગભગ ૨૩૦ શેર તળિયે પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ ૫૦૦ પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યા ૫છી સવારે ૧૧-૦૦ પછી ૮૦૭.૬૭ પોઇન્ટ તૂટ્યો હતો. તે પહેલા ૧૦.૩૯ વાગ્યે ૭૫૮.૧૦ પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહૃાો હતો. નિફ્ટી ૫૦ પણ ૨૨૬૦૦નું લેવલ તોડી ૨૨૫૪૮.૩૫ થયો હતો. આ કારણે રોકાણકારોએ વધુ રૂ. ૪.૦૯ લાખ કરોડ ગુમાવ્યા છે.

બીએસઈમાં આજે કુલ ટ્રેડેડ ૩૭૭૧ પૈકી ૯૯૮ શેર જ સુધારા તરફી ટ્રેડ થઈ રહૃાા હતા. જ્યારે ૨૬૦૯ શેર તૂટ્યા છે. જેમાં ૨૩૦ શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. ૨૭૪ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે સ્મોલકેપ અને મીડકેપ પણ ૫૦૦થી વધુ પોઇન્ટ તૂટ્યા છે.

આ સ્થિતિ ઉભી થવાના કારણે જોઈએ તો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વિશ્વ પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કર્યાં બાદ ભારત વિરુદ્ધ આકરા પગલાં લેવાની ધમકી આપી રહૃાા છે. ફાર્મા કંપનીઓ પર પણ ઊંચા ટેરિફનો બોજો લાદવાની કાર્યવાહીના કારણે ભારતીય શેરબજાર નિરાશ થયા છે.

જો કે, ટેરિફની ધમકીની કયા સેક્ટર અને કયા દેશો પર અસર થવાની છે તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. જેથી રોકાણકારો સાવચેત બન્યા છે. બીજી તરફ વિદેશી રોકાણકારો ટ્રેડવોર અને ટ્રમ્પની ગતિવિધિઓના પગલે સતત વેચવાલી નોંધાવી રહૃાા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી એફઆઇઆઇએ એક લાખ કરોડ સુધીની વેચવાલી  નોંધાવી છે.

ગત શુક્રવારે વધુ ૩૪૪૯.૧૫ કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ હતું. અમેરિકાની આર્થિક ગિતિવિધિઓ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નબળા પડ્યા છે. જેના પગલે અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. ટ્રમ્પની ટ્રેડ વોર નીતિના કારણે ફુગાવો વધવાની દહેશત વધી છે. ગ્રાહક માગ પણ નબળી પડી છે.

તે ઉપરાંત ભારતીય શેરબજાર છેલ્લા ત્રણ વર્ષથી મજબૂત ગ્રોથ સાથે તેજીમાં રહૃાા છે. જેથી માર્કેટમાં મોટું કરેક્શન અનિવાર્ય હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહૃાા છે. કોવિડ મહામારી બાદ ૨૦૨૫માં સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે તૂટ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh