Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીને ત્રણ સ્થળે લઈ જવાઈઃ તપાસનો ધમધમાટઃ
જામનગર તા.૨૪ : મહારાષ્ટ્રના ભીવંડીમાં રહેતી એક યુવતીના પૂર્વ પ્રેમીએ સંબંધ તૂટી જતાં યુવતીના ભાઈને બંધક બનાવી ખોટી વિગત આપી આ યુવતીને આવી જવાનું કહેતા દોડી ગયેલી યુવતીને પૂર્વ પ્રેમી અને તેના પાંચ સાગરિતે રિક્ષામાં બેસાડી જુદા જુદા ત્રણ સ્થળે લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ચાર શખ્સે મ્હોં કાળુ કર્યું હતું અને બે શખ્સે મદદગારી કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ મહારાષ્ટ્રના ભીવંડીમાં રહેતી એક યુવતી સાથે થોડા મહિનાઓ પહેલાં ત્યાંનો જ એક શખ્સ પરિચયમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે પછી ચારેક મહિના પહેલાં બંને વચ્ચે કોઈ કારણથી બ્રેકઅપ થયું હતું અને યુવતીએ બીજા યુવક સાથે સંબંધ જોડ્યો હતો.
આ બાબતથી ગિન્નાયેલા પૂર્વ પ્રેમીએ તેણીને પાઠ ભણાવવાનો કઠોર નિર્ણય કરી આ યુવતીના ભાઈનું અપહરણ કરી ગુરૂવારે રાત્રે બંધક બનાવી દીધો હતો. તે પછી આ યુવકને તેની બહેનને ફોન કરવા માટે દબાણ કરાતા તેણે ફોન કર્યા હતા પરંતુ નિદ્રાધીન થયેલી યુવતીએ ફોન રિસીવ કર્યા ન હતા. તે પછી રાત્રે સવા વાગ્યે યુવતીએ પોતાના ભાઈના પંદર મીસ્ડ કોલ જોઈ ફોન કરતા પોતાના ભાઈને તાવ આવ્યો હોવાનું અને લઈ જવા માટે કહેવાતા રિક્ષામાં ત્યાં દોડી ગયેલી યુવતીને પૂર્વ પ્રેમી અને તેના પાંચ સાગરિતે નજીકમાં આવેલી ઝાળીઓ પાછળ લઈ જઈ એક પછી એક ચાર શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું.
પૂર્વ પ્રેમીની ચુંગાલમાંથી મુક્ત થઈ ઘેર પહોંચેલી યુવતીએ પરિવારને વાત કર્યા પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે છ શખ્સ સામે ગુન્હો નોંધ્યા પછી ભીવંડીની શાંતિનગર પોલીસે દુષ્કર્મ ગુજારનાર ચાર અને મદદગારી કરનાર બે મળી છએય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial