Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાના આસામીએ મકાન ભાડે આપ્યા પછી નોંધાયો ગુન્હો

ભાડૂતની વિગતો ન આપીઃ

જામનગર તા.૨૪ : જામનગર તાલુકાના સિક્કા ગામના એક આસામીએ પોતાનું મકાન પરપ્રાંતીય શખ્સને ભાડા પર રહેવા માટે આપ્યા પછી તેની પોલીસને જાણ ન કરતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના સિક્કા ગામની ભગવતી સોસાયટીમાં વસવાટ કરતા સરદારખાન ઈસબખાન મલેક નામના આસામીએ ત્યાં જ આવેલા પોતાના એક મકાનમાં પરપ્રાંતીય શખ્સને ભાડુત તરીકે મકાન રહેવા આપ્યંુ હતું.

તે ભાડુઆતની વિગતો પોલીસને આપવામાં ન આવતા સિક્કા પોલીસે તેની ખરાઈ કર્યા પછી ગઈકાલે સરદારખાન સામે ગુન્હો નોંધ્યો છે. આ આસામીએ તે મકાન મૂળ બિહાર રાજ્યના પ્રમોદ પ્રસાદ બચ્ચનપ્રસાદ પાલને રૂ.૨ હજારના માસિક ભાડામાં આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh