Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનએમએમએસના પરીક્ષાર્થીઓને નગર પ્રા.શિ. સંઘે પાઠવી શુભેચ્છાઓ
જામનગર તા. ૨૪: ધો. ૮ના વિદ્યાર્થીઓ માટે યોજાતી એનએમએમએસ સ્કોલરશીપ પરીક્ષાના વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી છે. જામનગર જિલ્લામાં ૧૮ કેન્દ્રોમાં ૪૨૮૫ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્ય ભરમાં ધોરણ ૮ ના વિધાર્થીઓ માટે કેન્દ્ર કક્ષાની સ્કોલરશીપ યોજનાની એન એમ. એમ. એસ. પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય ભરના ૨.૨૭ લાખ વિધાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેનાર છે. જે પૈકી ૫૦૯૭ વિધાર્થીઓ સ્કોલરશીપ માટે ક્વોલિફાઇડ કરવામાં આવે છે.
જામગર જિલ્લા માં ૧૮ કેન્દ્ર પર ૪૨૮૫ વિધાર્થીઓ પરીક્ષામાં ભાગ લેનાર છે. આ પરીક્ષા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ હસ્તક ની તમામ શાળાઓ ના વિદ્યાર્થીઓ ને રાજ્ય પરીક્ષા દ્વારા નક્કી થયેલ બ્લુ પ્રિન્ટ મુજબના સાત પેપરની પ્રેક્ટિસ આપવામાં આવી હતી.તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શિક્ષકો તેમજ અધ્યક્ષ ,શાસનાધિકારી સાથેની સમગ્ર ટીમ પ્રણામી હાઇસ્કૂલ માં હાજર આપી હતી. પરીક્ષામાં ભાગ લેનાર વિધાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર ના ચેરમેન પુરુષોત્તમ કાકનાણી, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સંઘ ગુજરાત રાજ્યના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, સી.આર.સી કિશોરસિંહ વાળા, આચાર્ય સંજયભાઈ મેસીયા,રાજેશભાઈ કૌશિકભાઈ ચુડાસમા, અલ્પેશભાઈ કટેશિયા, અમિતભાઈ સોની, સંજયભાઈ ચાંદ્રાએ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial