Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિસરમાં ડોક્ટરના કપડા પહેરી કોંગ્રેસના ધારાસભ્યે કર્યું વિરોધ પ્રદર્શનઃ
ગાંધીનગર તા. ર૪ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): ધારાસભ્ય ડો. તુષાર પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો કે ખ્યાતિ કાન્ડ પ્રકાશમાં આવ્યા પછી કેટલા બાયપાસ ઓપરેશન કરાયા છે? તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે બનાવ પછીના આંકડા અત્યારે નથી. આ કાન્ડ ચિંતાજનક છે. પીએમજી યોજનાની નાણાકીય સહાય તથા દર્દીઓની વિગતો સંતોષકારક હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. સરકાર તપાસ કરાવશે. સમગ્ર પ્રકરણની ચકાસણી, ચૂકવણા કરતા ખ્યાતિ કાન્ડ પછી પ્રકરણો હાથમાં આવ્યા છે.
ડો. હસમુખ પટેલે જણાવ્યું કે, અમુક તત્ત્વોએ ગેરલાભ ઊઠાવ્યો છે. દાખલો બેસે તેવા ક્યા કડક પગલાં ભર્યા?
આ તકે મંત્રીએ જણાવ્યું કે, ખ્યાતિ કાંડની ઘટના ધ્યાનમાં આવ્યા પછી નિષ્ણાતોની ટીમ બનાવી તપાસ કરતા મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જણાયું નથી. હૃદયની કોઈ બીમારી વગર ઓપરેશન કર્યું તે અંગે સરકાર કડક તપાસ કરી રહી છે.
મહેશ કશવાલાએ જણાવ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે. મંત્રીએ જણાવ્યું કે મેડિકલ કેમ્પ યોજવા માટે પરવાનગી તથા સરકારી અધિકારી હોવા જરૂરી છે. કોંગ્રેસના શૈલેષ પરમારે જણાવ્યું કે, આ યોજના લાગુ છે. ત્યાં 'સેલ'ની રચના કરો. રાજ્ય દ્વારા કોઈ સેલની રચના કરવામાં આવી નથી.
ખ્યાતિમાં ૪૯૪૭ ઓપરેશન થયા, કરોડો રૂપિયા દર્દીઓ પાસેથી મેળવ્યા છે. ર૬ કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. પાંચ ટકા લેખે પેનેલ્ટી લેવામાં આવી છે. બધા કેસોની તપાસ કરી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. વધુ તપાસ ચાલુ છે.
કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે મોત થયા પછી સરકાર જાગે છે. મોતના જવાબદાર કોણ? આખા ગુજરાતના રેકેટમાં માનવવધનો ગુન્હો નોંધવા માંગો છો?
કોંગ્રેસે વિધાનસભા ગૃહના પરિસરમાં પણ ડોક્ટરના કપડા પહેરી વિરોધ કર્યો હતો. વિપક્ષે વિધાનસભા ગૃહમાં સીબીઆઈ ખ્યાતિ કેસમાં તપાસ કરે તેવી માગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે એક કમિશન માટે ઘણાં લોકોના જીવ ગયા છે ડોક્ટર સામે માનવ વધનો ગુનો નોંધી તપાસ કરવા માગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial