Advertisement
Author: નોબત સમાચાર

બોમ્બની ધમકી મળતા ન્યુયોર્ક-દિલ્હીની ફલાઈટને રોમ ડાયવર્ટ કરાઈઃ હાઈએલર્ટ જાહેર

ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને વિશેષ દળો એરપોર્ટ પર તૈનાત

નવીદિલ્હી તા. ૨૪: ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઈટમાં બોમ્બની ધમકી મળતા ફલાઈટને રોમ ડાયવર્ટ કરવામાં આવી છે અને યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

ભારતમાં અનેક એરલાઇન્સ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેના પગલે આ ફલાઇટને રોમ ડાયવર્ટ કરવામાં આવી છે. અમેરિકા મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષા કારણોસર ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફલાઇટ અમેરિકન એરલાઇન્સની છે.

બોમ્બની ધમકી પછી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ છછ૨૯૨ ને રોમના ફિયુમિસિનો એરપોર્ટ પર કટોકટીમાં ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જેમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં વિસ્ફોટક ઉપકરણ હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના પગલે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

એરનેવ રડાર ટ્રેકિંગ સેવા અનુસાર વિમાને ભૂમધ્ય સમુદ્ર પર અચાનક પોતાનો રુટ બદલી નાખ્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે રોમ તરફ ડાયવર્ટ થયું હતું.જેની પછી રોમ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને કાયદા અમલીકરણ એજન્સીઓ સહિત ઇટાલિયન અધિકારીઓ આ અંગે હાઇ એલર્ટ પર છે. વિમાન એરપોર્ટ પર પહોંચ્યા પછી પરિસ્થિતિને સંભાળવા માટે ખાસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

યુરોપિયન એર ટ્રાફિક કંટ્રોલને પણ સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.અહેવાલ મુજબ, અમેરિકન એરલાઇન્સના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને સંલગ્ન કદમ ઉઠાવાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh