Advertisement
Author: નોબત સમાચાર

આરટીઈના ઓનલાઈન ફોર્મ નિઃશુલ્ક ભરવા માટે હેલ્પ સેન્ટર

જામનગરમાં કોંગ્રેસની સંસ્થાઓ દ્વારા

જામનગર તા. ૨૪: યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર દ્વારા આર.ટી.ઈ.ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઈન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર ખોલવામાં આવ્યું છે.

જામનગર તા. ૨૪:  કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં આર.ટી.ઇ.નો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ ના તમામ બાળકો ને કોઈ પણ ખાનગી શાળા માં ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં એડમિશન મળે છે. અને સાથે દર વર્ષે ૩૦૦૦ જેટલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સ્ટેશનરી અને ડ્રેસ માટે પણ જમા થાય છે.

આ યોજના માટે તમામ ખાનગી શાળા માં ૨૫ ટકા  સીટ અનામત રાખવા માં આવે છે. આ માટે આર ટી ઇ - ૨૦૨૫ ના ફોર્મ તારીખ ૨૮/૨/૨૫ થી ૧૨/૩/૨૫ સુધી ઓનલાઇન પોર્ટલ પર ભરવા ના ચાલુ થવાના છે, જેના માટે આ વર્ષે પણ યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઇ જામનગર દ્વારા ઇ્ઈ ના ઓનલાઇન ફોર્મ  વિનામૂલ્યે  ભરવાનું હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. સંબંધિત તમામ વાલીઓ એ અચૂક મુલાકાત લેવા તેમજ વધુ માહિતી માટે ડો તોષીફખાન પઠાણ (૮૮૬૬૦ ૫૫૫૫૫), શક્તિસિંહ જેઠવા (૯૩૨૬૮ ૯૩૨૬૮ ૧૧૧૧૧), મહિપાલસિંહ જાડેજા (૯૫૫૮૫ ૪૯૯૯૯) અથવા રવિરાજસિંહ ગોહિલ (૯૫૩૨૫ ૨૨૨૨૨ ) નો સંપર્ક કરવા જણાવાયું છે.

ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર ૫૦૨, પાંચમો માળ, અંબર ટોકીઝ રોડ, માણેક સેન્ટર ની બાજુ માં જામનગરમાં કાર્યરત હેલ્પ સેન્ટર ની સેવા લેવા માટે સાંજે ૪  થી ૬ માં સંપર્ક કરવો. તેમ ડો. તોષીફખાન પઠાણે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh