Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીના તહેવારોમાં ચોરી કરનાર બેલડી ઝડપાઈઃ ચાર લાખનો મુદ્દામાલ

પંચવટી સોસાયટીમાં મકાનમાં કરાયો હતો હાથફેરોઃ

જામનગર તા. ૭: જામનગરના પંચવટી વિસ્તારમાં આવેલા એક એડવોકેટના મકાનમાં કાળી ચૌદશથી ભાઈબીજની વચ્ચે સોના-ચાંદીના દાગીના, રોકડ વગેરેની ચોરી થઈ હતી. એલસીબીએ બે શખ્સને પકડી લઈ પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ શખ્સોના કબજામાંથી દાગીના, રોકડ, ઘડિયાળ મળી રૂા.૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના ૫ંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા એડવોકેટ કેતન પ્રવીણભાઈ જોષી નામના આસામી પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારોમાં બહારગામ ગયા પછી ત્રણેક દિવસ બંધ પડેલા તેમના મકાનમાંથી સોનાના ૩૮ ગ્રામ વજનના દાગીના, ચાંદીના સાંકળા, લોટો મળી ૧૦૦ ગ્રામ ચાંદી તથા રૂા.૧૦ હજાર રોકડા ચોરાઈ ગયા હતા.

ઉપરોક્ત ચોરીની ફરિયાદ થયા પછી એલસીબીએ પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ તપાસ આદરી હતી. જેમાં સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે સાત રસ્તાથી ખોડિયાર કોલોની વચ્ચેના રોડ પર રહેતા દિનેશ ગંભીરભાઈ પરમાર, સુનિલ રાજુભાઈ પરમાર ઉર્ફે ખાન નામના બે શખ્સને વુલન મીલ ફાટક પાસેથી દબોચી લેવામાં આવ્યા હતા.

આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ચોરી કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ આ શખ્સોના કબજામાંથી રૂા.૩,૩૫,૭૫૦ ની કિંમતના સોનાના દાગીના, રૂા.૫૪,૧૦૦ની કિંમતના ચાંદીના દાગીના, રૂા.૧૦ હજાર રોકડા, એક કોસ, ડીસમીસ, પકડ તેમજ રૂા.૧૦ હજારની કિંમતની જુદી જુદી કંપનીની ઘડિયાળ મળી કુલ રૂા.૪,૦૯,૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોનો કબજો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh