Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાદરાના બીએપીએસ ગુણાતીતાનંદ સ્વામીના
જોડિયા તા. ૭: જોડિયા પાસેના સુપ્રસિદ્ધ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન (ગુણાતીતનગર) બીએપીએસ મંદિરમાં કોઠારી સ્વામી ધર્મકુંવરસ્વામીજીના માર્ગદર્શન હેઠળ દિવાળીના સાંજે પ થી ૭ ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું, તેમજ તા. ૦ર-૧૧-ર૦ર૪ ને શનિવારના કારતક સુદ-૧ ના ઠાકોરજી સમક્ષ તથા ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન મંદિરમાં સવારે ૧૧ થી સાંજના ૭ વાગ્યા સુધી અન્નકોટ દર્શન રાખવામાં આવ્યા હતાં. પ૬ જાતના ભોગ ધરાવવામાં આવ્યો હતો.
નૂતન વર્ષના મંગળા આરતી તથા શણગાર આરતીમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત બપોરે ૧ર કલાકે મહાઆરતીમાં કેબિનેટમંત્રી રાઘજીભાઈ પટેલ હાજર રહ્યા હતાં, અને આરતીના દર્શનનો લાભ લઈ કોઠારી સ્વામી ધર્મકુંવરસ્વામીજી તથા સંતોના આશીર્વાદ મેળવ્યા હતાં તેમ ભાદરા મંદિરના ભક્તજન ભરતભાઈ ગણાત્રાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial