Advertisement
Author: નોબત સમાચાર

વેપારીઓ પાસેથી ફટાકડા મેળવી પોલીસે પ્રદર્શિત કરી રોબિનહુડ સ્ટાઈલ!

મેળવેલા ફટાકડા ઝૂંપડપટ્ટીના બાળકોને આપી દેવાયાઃ

ઓખા તા. ૭: દ્વારકા પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેપારીઓ પાસેથી ફટાકડા મેળવી અદ્દલોઅદ્દલ રોબિનહુડ સ્ટાઈલથી તે ફટાકડાનું ઝૂંપડ પટ્ટીના બાળકોમાં વિતરણ કર્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કરાતા કારનામા અવારનવાર અખબારોમાં ચમકતા રહે છે. તે દરમિયાન દિવાળી પર્વ પર પણ પોલીસે ઝૂંપડપટ્ટીના કેટલાક બાળકોને વિતરણ કરેલા ફટાકડા અંગે પણ વાતો વહેતી થઈ છે.

ઝૂંપડપટ્ટીના બાળકોને નિઃશુલ્ક ફટાકડા વિતરણ કરવામાં આવ્યું તે સેવાકાર્ય બિરદાવવા લાયક છે પરંતુ તેની પાછળની કેટલીક કથિત વિગતો તેને વિવાદિત બનાવી રહી છે. ઝૂંપડપટ્ટીમાં ફટાકડા આપવા માટે પોલીસે જે વેપારીઓ પાસેથી ફટાકડા મેળવ્યા હતા તે ફટાકડા ખરીદીને નહીં પરંતુ ઉઘરાણીની જેમ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસની આ કથિત રોબિનહુડ સ્ટાઈલનો કેટલાક વેપારીએ વિરોધ પણ કર્યાે હતો. જ્યારે કેટલાક વેપારીઓએ મને કમને ફટાકડા આપી દીધા હતા. તે પછી ઉપરોક્ત ફટાકડાઓ એકઠા કરી પોલીસે ઝૂંપડપટ્ટીમાં વિતરણ કરી નાખ્યું હોવાથી ફટાકડાના વેપારીઓના ખભ્ભે બંદૂક ફોડવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh