Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષની ફરિયાદ પરથી સાત સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૭: જામનગરના મયુરનગર વામ્બે આવાસ રોડ પર ગઈકાલે બપોરે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બેએક દિવસ પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી બંને જૂથ બાખડી પડ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી સાત સામે ગુન્હો નોંધ્યો છે. હુમલામાં એકને ફ્રેક્ચર થઈ ગયું છે.
જામનગરના મયુરનગર નજીક વામ્બે આવાસ રોડ પર રહેતા સીરાજ ભીખુભાઈ સંઘાર નામના યુવાનના મિત્ર રૂશ્તમને બે દિવસ પહેલાં ઈરફાન ઈસુબ જુણેજા સાથે માથાકૂટ થઈ હતી. ત્યારે રૂશ્તમને માર મારવામાં આવ્યો હતો. ત્યારપછી ગઈકાલે બપોરે સીરાજ તથા રૂશ્તમ જતા હતા ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી ઈરફાન જુણેજા તથા યશ સુરેશભાઈ વરણ, અમન બોદુભાઈ મલેક નામના ત્રણ શખ્સે રોકી લઈ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. યશે છરીથી ઈજા પહોંચાડી હતી. સીરાજે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
તે ફરિયાદની સામે અમન બોદુભાઈ મલેકે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, ઈરફાન તથા યશને બે દિવસ પહેલાં વાહન બાબતે સીરાજ વગેરે સાથે બોલાચાલી થઈ હતી. તે પછી અમન તેની સાથે ફરતો હોવાથી ખાર રાખી ગઈકાલે બપોરે વામ્બે આવાસ નજીક ધસી આવેલા સીરાજ ભીખુ સંઘાર, અમીન ફકીર મંઘરા, ઈમ્તિયાઝ હમીર મંઘરા અને એક અજાણ્યા શખ્સે ગાળો ભાંડી પાઈપ-છરીથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં અમનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ કુલ સાત સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial