Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકીને મુક્ત કરાવી પોલીસે પરિવારને સોંપીઃ
જામનગર તા. ૭: જામનગરના હાપા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ કરી જનાર શખ્સને પંચકોશી એ ડિવિઝન, એલસીબી, એસઓજી, રેલવે પોલીસની ટીમે તાત્કાલિક હરકતમાં આવી પકડી પાડ્યો છે. બાળકીને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી આપવામાં આવી છે અને આરોપીની પૂછપરછ આરંભાઈ છે.
જામનગર નજીકના હા૫ામાં આવેલા જલારામ મંદિર પાસેથી મૂળ કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના વતની પરિવારની સાત વર્ષની પુત્રીનું એક શખ્સે વેફર લઈ દેવાના બહાને અપહરણ કર્યું હતું. આ તરૂણી ઘેર પરત ન આવતા તેણીના પરિવારે શોધ શરૂ કરી હતી.
તે દરમિયાન પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાં એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી તથા સ્ટાફ પણ તપાસમાં જોડાયા હતા.
બનાવના સ્થળથી પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાનંુ શરૂ કર્યા પછી આ તરૂણીને બ્લુ રંગનું પેન્ટ અને કાળા રંગનો શર્ટ ધારણ કરેલો શખ્સ સાથે લઈ જતો હોવાનું અને રેલવે સ્ટેશન તરફ જતો જોવા મળતા રેલવે પોલીસના પીએસઆઈ પી.વી. ડોડીયાને સાથે રાખી તપાસ આગળ ધપાવાઈ હતી.
હાપાથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી ચકાસાતા જામનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પરથી રવાના થયેલી ટ્રેન અને બસ અંગે પણ ચકાસણી કરાતા ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાજકોટ જતી ટ્રેનમાં આ શખ્સ તે બાળકી સાથે ચઢ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જેના પગલે વિપુલ જાદવભાઈ દામોરીયા નામના ત્રીસ વર્ષના શખ્સને તે બાળકી સાથે પકડી લેવામાં આવ્યો હતો. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા આ શખ્સને પકડી લઈ પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે બાળકીને મુક્ત કરાવી તેના પરિવારને સોંપી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial