Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ શાખાના ઈન્ચાર્જ મેનેજરે નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૭: જામજોધપુરના વાંસજાળીયામાં આવેલી જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંકની શાખાના કેશીયરે દિવાળીના તહેવારો પહેલાં પાંચ દિવસમાં ઈન્ચાર્જ મેનેજર પાસેથી તિજોરીની ચાવી લીધા પછી બેંકની સિલકમાંથી રૂા.૩૪ લાખ ૪૫ હજારની રકમ ગુપચાવી લઈ પોબારા ભણ્યા છે. મેનેજરે જામજોધપુર પોલીસ મથકમાં કેશીયર સામે વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
જામનગર જિલ્લા સહકારી બેંકની જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં આવેલી શાખામાં કેશીયર તરીકે નોકરી કરતા ધવલ મનસુખભાઈ સાદરીયા નામના શખ્સે પોતાના કાર્યકાળ દરમિયાન બેંકમાં પડી રહેતી સિલકમાંથી રૂા.૩૪ લાખ ૪૫ હજાર વિશ્વાસઘાત કરી ઉપાડી લઈ તે રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની બેંકના કર્મચારી આર.એચ. પંડયાએ જામ જોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વાંસજાળીયાની જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક લિ.ની શાખાના ગઈ તા.૨૩ ઓક્ટોબરથી તા.૨૮ ઓક્ટોબર દરમિયાન ધવલ મનસુખભાઈએ આ બેંકમાં કેશીયર તરીકે પોતાના ચાર્જમાં રહેલી રોકડ અંગે જાણકારી પ્રાપ્ત કરી લીધા પછી આ શાખાના ઈન્ચાર્જ મેનેજર અને લાલપુરમાં રહેતા આ બેંકના કર્મચારી રાહુલ એચ. પંડયા પાસેથી બેંકની તિજોરીની ચાવી મેળવી હતી અને બેંકની કેશ સમરીમાં ઈન્ચાર્જ મેનેજર આર.એચ. પંડયાની સહી કરાવી બેંકની સિલકમાં પડી રહેલી રકમમાંથી રૂા.૩૪ લાખ ૪૫ હજાર સેરવી લીધા હતા.
આ બાબતની જાણ થતાં બેંકની તપાસનીશ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. જેમાં હિસાબમાં રૂા.૩૪ લાખ ૪૫ હજાર ગાયબ હોવાનું અને તે રકમ કેશીયર ધવલ સાદરીયાએ આડીઅવળી કરી નાખ્યાનું જણાઈ આવ્યું હતું. મેનેજર પાસેથી આ કેશીયરે તિજોરીની ચાવી લીધા પછી પોતે બહારગામ હોવાનું કહી ચાવી બીજા મારફતે મોકલાવી આપી પોબારા ભણી લીધા હતા આથી ઈન્ચાર્જ મેનેજર આર.એચ. પંડયાએ ખુદ ફરિયાદી બની જામજોધપુર પોલીસ મથકમાં કેશીયર સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial