Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના સફાઈ કર્મચારીઓનું આંદોલનઃ તાળાબંધી તથા ઘેરાવનો કાર્યક્રમ નિષ્ફળ કરાવાયો

કર્મચારીઓ અને ન.પા. તંત્ર વચ્ચે સમાધાનના પ્રયાસોઃ

ખંભાળીયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં ૧૭ દિવસથી પાલિકાના સફાઈ કામદારો દ્વારા હડતાળ તથા પ્રતિક ઉપવાસ આંદોલન તથા બે દિવસથી શરૂ થયેલ પાંચ સફાઈકર્મીઓના આમરણાંત ઉપવાસ આંદોલન તથા આંદોલન ઉગ્ર બનાવવાની જાહેરાતના પગલે બે વખત સમાધાન માટે બેઠકો પ્રયાસો થયા હતાં.

પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા સેનેટરી ઈન્સ્પેકટર સંજયભાઈ કરમૂર, રાજપાર ગઢવી દ્વારા આંદોલનના અગ્રણીઓ તથા કન્વીનર રમેશભાઈ વાઘેલા સાથે પ્રશ્નો પતાવવા અંગે પ્રયાસો થયા હતાં. તે પછી પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારો. ચેરમેન અન્ય હોદ્દેદારો અગ્રણી સાથે બેઠક યોજાઈ હતી, પણ તેમાં કંઈ નિરાકરણ નહીં આવતા બે દિવસ પછી જિલ્લા કલેકટર તથા પ્રાદેશિક નગરપાલિકા નિયામકની સાથે આંદોલનકારીઓની સમાધાન બેઠક યોજાનાર છે., ગઈકાલે કચેરીને તાળાબંધી તથા ઘેરાવનો પ્રયત્ન પોલીસ દ્વારા નિષ્ફળ કરાવાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh