Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય કક્ષાની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં
જામનગર તા. ૭: આલોહા ગુજરાત દ્વારા સુરતમાં રાજય કક્ષાની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જામનગરના આલોહા સેન્ટર 'એશ્યોર એકેડેમી'ના વિદ્યાર્થીઓએ રપ અને સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર ઉદય કટારમલે બે મળી કુલ ર૭ પુરસ્કારો જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉદય કટારમલને લાંબા સમય સુધીના સહયોગી તરીકે પ્લેટીનમ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.
વિદ્યાર્થીઓમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આલોક પરમાર (એમએએસઆર એલ-૮) ગુજરાતના ટોચના ચેમ્પિયન ટાઈટલ સાથે સન્માનિત થયા. તેમના ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ જેમણે પોતાના સ્તરે ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને વિજેતા, પ્રથમ રનર-અપ અને બીજા રનર-અપના ટાઈટલ મેળવ્યા છે તેમાં મનિત શારિયા, શ્લોક નારિયા, ગ્રંથા અજુડિયાન, ટીયા ગાગલિયા, ભવ્ય કેવલરામાણી, રવિ પરમાર, આલોકકુમાર પરમાર, જશ મંગે, રાજવીન સંઘવી, હિતાંશી શાહ, ધ્યાના તન્ના, દક્ષ કટારમલ, દેવાંશ સંપત, ધાર્તિક વડોદરીયા, મહિર નારીયા, પ્રિન્સ કાંજરીયા, શ્રેયન ચંદારીયા, તત્સમ રઈચુરા, મિહાન ભાનુશાલી, મધુર ગજારા, નીજ કોઠીયા અને પ્રસિદ્ધ ચિખલીયા, ખુશી પીપરીયા, પર્વ સોલંકી, રૂમીત ગોરીનો સમાવેશ થાય છે.
એશ્યોર એકેડેમીના મેનેજર ચાંદની શાહ, શિક્ષકો નીલા ઝીંઝુવાડીયા, રિદ્ધિ પારેખ, કો.ઓ. વિશાલ કટારમલ, હાર્મી બકરાણીયા વિગેરેએ વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial