Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર બે મહિનાની બાળકીએ માતા પછી પિતાની પણ ગૂમાવી દીધી છત્રછાયાઃ
જામનગર તા. ૭: જામનગરના ગોકુલનગરમાં ભાઈના ઘેર રોકાવવા આવેલા પોલીસ કર્મચારી મહિલાનંુ ભાઈબીજના દિવસે જ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા પછી પત્નીના નિધનના પગલે વિચલિત થઈ ગયેલા પતિએ ગઈકાલે વિજરખી ડેમમાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. બે મહિનાની બાળકીએ માતા તથા પિતા બંનેની છત્રછાયા ગૂમાવી દીધી છે.
જામનગરના મહિલા ૫ોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ નામના મહિલા પોલીસ કર્મચારીના લગ્ન અઢી વર્ષ પહેલાં જામ નગર નજીક જૂના નાગના પાસે નાગેશ્વર પાર્કમાં રહેતા અને ફાયનાન્સ પેઢીમાં નોકરી કરતા જોગેશભાઈ પરસોત્તમભાઈ નકુમ સાથે થયા હતા.
આ દંપતીને બેએક મહિના પહેલાં સંતાનની પ્રાપ્તિ થઈ હતી. બાળકીના જન્મ પછી સેજલબેન જામનગરના ગોકુલ નગરમાં રહેતા પોતાના ભાઈ, માતા-પિતાના ઘેર રોકાવવા માટે આવ્યા હતા. જ્યાં ભાઈબીજના દિવસે તેણી બાથરૂમમાં હતા ત્યારે હૃદય રોગનો તિવ્ર હુમલો આવી જતાં સેજલબેનનું નિધન થયું હતું. ભાઈબીજના દિવસે જ ભાઈના ઘરે બહેનનું મૃત્યુ થયાના અહેવાલે નકુમ પરિવાર તથા સેજલબેનના પિયર પક્ષને હચમચાવી નાખ્યો હતો.
ઉપરોક્ત બનાવ બન્યો ત્યારે જૂના નાગનામાં રહેતા સેજલબેનના સાસુ-સસરા સહિતના પરિવારજનો યાત્રા પ્રવાસ ટૂંકાવીને જામનગર દોડી આવ્યા હતા. તે પછી પતિ જોગેશભાઈ નકુમે પત્નીની અંતિમક્રિયા કરી હતી.
હજુ અઢી વર્ષ પહેલાં જ લગ્નગ્રંથિથી જોડાયા પછી અને બે મહિના પહેલાં માતા, પિતા બનેલા સેજલબેન-જોગેશભાઈની જોડી ખંડિત થતાં જોગેશભાઈ પણ વિચલિત થઈ ગયા હતા. તેઓની માત્ર બે મહિનાની પુત્રીએ માતાની છત્રછાયા ગૂમાવી દીધી હતી. તે બાબત જોગેશભાઈ વીસરી શકતા ન હતા અને ગુમસુમ રહેતા હતા.
તે દરમિયાન ગઈકાલે જોગેશભાઈ પોતાના ઘરેથી નીકળી ગયા પછી કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા વિજરખી ડેમ પર પહોંચી ગયા હતા. જ્યાંથી તેઓએ ડેમમાં મોતની છલાંગ લગાવી લીધી હતી. તેની કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો ડેમ પર ધસી ગયા હતા. ઉંડા પાણીમાં શરૂ કરવામાં આવેલી શોધખોળમાં જોગેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. તે દરમિયાન સ્થળ પર આવી ગયેલા જોગેશ ભાઈના પિતા પરસોત્તમભાઈ અરજણભાઈ નકુમે પુત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે તેઓનું નિવેદન નોંધી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે.
પત્નીના હૃદયરોગના હુમલાથી થયેલા અવસાન પછી પતિએ પણ આવી રીતે ડેમના પાણીમાં ઝંપલાવી આત્મ હત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial