Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી
નવી દિલ્હી તા. ૭: પરાળી બાળનાર ખેડૂતને ૩૦,૦૦૦ સુધીનો દંડ થશે. સુપ્રિમની કડકાઈ પછી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.
સુપ્રિમ કોર્ટે પ્રદુષણના મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું. હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ૩૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્ર સરકારે અગાઉના દંડની સરખામણીએ રકમ બમણી કરી દીધી છે. નવા નિર્ણય મુજબ બે એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને ૫ હજાર રૂપિયા, ૨ થી ૫ એકર જમીનવાળા ખેડૂતોને ૧૦ હજાર રૂપિયા અને પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પરાળી સળગાવવા પર ૩૦ હજાર રૂપિયા દંડ આપવો પડશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે પણ પરાળી સળગાવવાથી પ્રભાવિત રાજ્ય સરકારને ઓછા દંડ માટે ફટકાર લગાવી હતી. સુપ્રિમકોર્ટની ઝાટકણી પછી કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરાળી સળગાવીને પ્રદૂષણ કરનાર ખેડૂતોની દંડની રકમ બમણી કરી દીધી છે. તે મુજબ ૨ એકરથી ઓછી જમીન માટે ૫ હજાર, ૨-૫ એકરની વચ્ચે જમીન માટે ૧૦ હજાર, ૫ એકર કે તેથી વધુ જમીન માટે ૩૦ હજારનો દંડ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial