Advertisement
Author: નોબત સમાચાર

ગિયરમાં રહેલી બોલેરો ચાલવા માંડતા બહાર નીકળી રહેલા ચાલકનું પતરૂ ઘૂસી જતાં મૃત્યુ

ચંગા પાસે કારખાનામાં સર્જાઈ કરૂણાંતિકાઃ

જામનગર તા. ૭: જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા ગામ પાસે આવેલા એક કારખાનામાં ગઈકાલે બપોરે માલવાહક બોલેરો લઈને આવેલા તેના ચાલક ચાલુ વાહન ઉભુ રાખીને ઉતર્યા પછી ગિયરમાં રહેલી બોલેરો ચાલવા માંડી હતી અને તેમાંથી બહાર નીકળી રહેલા ચાલકને પેડુના ભાગે પતરૂ ઘૂસી ગયું હતું. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના દરેડ ગામમાં આવેલા ખોડિયારનગરમાં રહેતા બ્રિજેશભાઈ મંગાભાઈ કરીર (ઉ.વ.૩૮) નામના ભરવાડ યુવાન માલવાહક બોલેરો ચલાવવાનંુ કામ કરે છે. તેઓ ગઈકાલે બપોરે એકાદ વાગ્યે જામનગર-લાલપુર ધોરી માર્ગ પર આવેલા ચંગા ગામના પાટીયા નજીક નર્મદેશ નામના કારખાનામાં બોલેરોમાં માલ ભરવા આવ્યા હતા.

ત્યાં તેઓએ જીજે-૧૦-ટીએક્સ ૬૬૮૩ નંબરની બોલેરો રાખ્યા પછી તેમાં સામાન ભરવામાં આવી રહ્યો હતો. સામાન ભરાયા પછી બ્રિજેશભાઈ ડ્રાઈવીંગ સીટ પર બેઠા હતા અને તેઓએ ગિયરમાં નાખી બોલેરો આગળ ધપાવી હતી અને પછી કંઈક યાદ આવી જતાં તેઓએ બોલેરો ઉભો રાખી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યાે ત્યારે ગિયરમાં રહેલી બોલેરો આગળ ચાલવા માંડી હતી અને એક પગ અંદર તથા એક પગ બહાર હતા તેવી હાલતમાં રહેલા બ્રિજેશભાઈને પેડુના ભાગે બોલેરોનું પતરૂ ઘૂસી ગયું હતું.

ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ રામજીભાઈ મંગાભાઈ કરીરે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh