Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારની જનતાને નવા વર્ષની અનોખી ભેટ!:
જામનગર તા. ૭: જામનગર એવું મહાનગર છે જેની વિમાની સેવાની સુવિધા વધવાના બદલે ઘટી રહી છે. જામનગરથી હૈદ્રાબાદ-બેંગ્લુરૂની વિભાની સેવા બંધ કરવા એર ઈન્ડિયા કંપનીએ નિર્ણય કરીને જામનગર વાસીઓને નવા વર્ષની નવતર ભેટ આપી છે તેમ વ્યંગમાં કહેવાઈ રહ્યું છે.
જામનગરની એર એશિયા કંપની દ્વારા હૈદ્રાબાદ-બેંગ્લુરૂની વિમાની સેવા ચાલી રહી છે તે આગામી તા. ૧ર થી ૧૯ ડિસેમ્બર સુધી બંધ રહેશે તેવું સુમાહિતગાર સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ સૂત્રો મુજબ એ પછી તા. ર૦ ડિસે.થી જામનગર-બેંગ્લુરૂની વિમાની સેવા માત્ર સપ્તાહમાં ત્રણ દિવસ ચાલુ રહેશે. એ પણ તા. ૩૦ માર્ચ સુધી જ કાર્યરત રહેશે એ પછી એ સુવિધા પણ બંધ કરવામાં આવશે.
આ રીતે કોર્પોરેટ હાઉસોના મહાકાય ઉદ્યોગો ઉપરાંત જામનગરમાં સંરક્ષણ દળોની ત્રણેય પાંખોના થાણા છે અને શહેરનો બ્રાસ ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. છતાં જામનગરને વિમાની સેવાનો વધુ લાભ મળતો નથી અને જે છે તે પણ બંધ થઈ રહી છે, ત્યારે શહેરના વેપાર-ઉદ્યોગ જગતની સંસ્થાઓ અને રાજકીય આગેવાનો અને નેતાગીરી સામે સવાલો ઊઠવા પામ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial