Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમૂહ ભોજનના સ્થળે યોજાનારા ઈ-કેવાયસી કેમ્પનો લાભ પણ જરૂરી દસ્તાવેજો સાથે રાખીને જ્ઞાતિજનો લઈ શકશે
જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ 'છોટીકાશી' જામનગરમાં રરપ મી જલારામ જયંતી પ્રસંગે રઘુવંશી સમાજના સમૂહ ભોજન (નાત) ની ઉત્સાહભેર તૈયારી ચાલી રહી છે. 'છોટીકાશી' જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ રરપ મી જલારામ જયંતી અવસરની ઉજવણી અંતર્ગત યોજાતા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમૂહ ભોજન (નાત) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સંત શિરોમણી પ.પૂ. જલારામબાપાની રરપ મી જલારામ જયંતીની ઉજવણી પ્રસંગે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત) સહિતના કાર્યક્રમોની તૈયારીઓ જલારામ જયંતી મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, રાજુભઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનિષભાઈ તન્નાના નેજા હેઠળ નવનિયુક્ત જલારામ જયંતી મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલિયા, નિશિત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢિયા દ્વારા ઉત્સાહેભેર 'જલારામનગર', એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાન પર તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. વધુમાં દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે જલારામ જયંતીના દિવસે સમૂહ ભોજન સ્થળે ખાસ ઈ-કેવાયસી કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જેને ઈ-કેવાયસી અપલોડ કરાવવાના હોય તેઓએ તેમના આધાર કાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અસલ તથા એક ઝેરોક્ષ તેમજ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે રાખી આ કેમ્પમાં ભાગ લઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial