Advertisement
Author: નોબત સમાચાર

ઘરકામ કરવા આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ નરાધમે ગુજાર્યાે ગેંગરેપઃ આરોપી દબોચાયા

પંચેશ્વર ટાવર પાસે ફ્લેટ ઉપરાંત મોટા થાવરીયાના ફાર્મ હાઉસ પર ગુજાર્યું દુષ્કર્મઃ

જામનગર તા. ૭: જામનગરના પંચેશ્વર ટાવર જેવા પોશ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં કામ કરવા માટે આવતી યુવતીને તે ફલેટના માલિક તથા તેના બે સાગરિતે વાંધાજનક ફોટા તથા વીડિયો ના આધારે બ્લેકમેઈલ કરી દોઢેક વર્ષથી દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું. વાજ આવી ગયેલી યુવતીએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેણીને મેડિકલ ચેકઅપ માટે ખસેડયા પછી આરોપીઓના સગડ દબાવ્યા હતા. ત્રણેય આરોપી પોલીસની ગિરફતમાં આવી ગયા છે. આ શખ્સોએ તે ફલેટ ઉપરાંત મોટા થાવરીયા ગામ પાસે આવેલા ફાર્મહાઉસમાં પણ દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલ્યું છે.

જામનગરના ૫ંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘરકામ કરવા માટે આવતી યુવતી પર ત્રણ શખ્સે બ્લેકમેઈલીંગ આચરી સામૂહિક દુષ્કર્મ આચર્યાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવાયા મુજબ એકવીસેક વર્ષની આ યુવતી ત્યાં આવેલા હુસે ગુલમામદ શેખ નામના શખ્સના ફ્લેટમાં કામ કરવા જતી હતી ત્યારે એક વખત તે ફલેટમાં બાથરૂમમાં તેણી સ્નાન કરતી હતી ત્યારે ઘરમાં રહેલા હુસેન શેખે તેણીના કેટલાક વાંધા જનક ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા અને તે પછી બ્લેકમેઈલીંગ શરૂ કરી છેલ્લા દોઢેક વર્ષથી દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યું હતું.

આ શખ્સે પોતાના બે મિત્ર આમીરખાન જાફરખાન તથા ફૈઝલ લતીફ દરવારને પણ ફ્લેટમાં બોલાવી અવારનવાર આ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ટોળકી આટલેથી અટકી ન હતી અને તે યુવતીને ફ્લેટ ઉપરાંત મોટા થાવરીયામાં આવેલા એક ફાર્મ હાઉસ પર પણ લઈ જતી હતી અને ત્યાં પણ સામૂહિક દુષ્કર્મ ગુજારતી હતી.

સંખ્યાબંધ વખત ત્રણેય શખ્સે આ યુવતીને દુષ્કૃત્યનો ભોગ બનાવ્યા પછી કંટાળી ગયેલી યુવતીએ આખરે પોલીસ મથકે પહોંચી વિતક વર્ણવતા પીઆઈ એન.એ. ચાવડાએ એસપી પ્રેમસુખ ડેલુની સૂચના અને સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા હતા.

તે પછી ગઈકાલે સાંજે ત્રણેય આરોપી પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તબીબી ચકાસણી માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઉપરોક્ત ગુન્હા અંગે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાએ જણાવ્યું છે કે, આ શખ્સો પૈકીનો મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખ અગાઉ નશીલા પદાર્થની હેરાફેરી તથા હથિયારના ગુન્હામાં ઝડપાઈ ચૂક્યો છે. તેણે પોતાના ફ્લેટમાં તથા મોટા થાવરીયા સ્થિત ફાર્મહાઉસમાં પોતાના બે મિત્ર સાથે મળી સંખ્યાબંધ વખત આ યુવતી પર દુષ્કૃત્ય ગુજાર્યું છે. ત્રણેય આરોપીની સઘન પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh