Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વોચ્ચ અદાલતનો દૂરગામી ચૂકાદોઃ
નવી દિલ્હી તા. ૭: સરકારી નોકરી અંગે સુપ્રિમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપતા કહ્યું છે કે ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી નિયમ બદલી ન શકાય. આવું કરવું તે ગેરકાયદે કૃત્ય ગણાશે.
સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા અંગે સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે મહત્ત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચૂકાદો આપ્યો હતો કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદેસર ગણાશે. કોર્ટનું કહેવું છે કે નિયમોમાં ફેરફારની અસર આવનારી ભરતીઓ પર લાગુ થઈ શકે છે. તેની વર્તમાન અથવા ચાલુ ભરતી પર કોઈ અસર ન થવી જોઈએ. આ ચૂકાદા પાછળનો મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંબંધિત છે.
વૈષ ર૦૧૩ માં અનુવાદકોની જગ્યા પર ભરતી દરમિયાન રાજ્ય સરકારે વચ્ચે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતાં, જેમાં કહેવામાં આવ્યું હતું કે, માત્ર એવા ઉમેદવારોને જ નિમણૂક માટે લાયક ગણવામાં આવશે જેમણે લેખિત અને મૌખિકમાં ૭પ ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય
આ નિર્ણય એવા ઉમેદવારો પર લાગુ કરવામાં આવ્યો જેઓ પરીક્ષા આપી ચૂક્યા છે. જેના કારણે ભરતી પ્રક્રિયામાં મુંઝવણ ઊભી થઈ હતી. સુપ્રિમ કોર્ટે તેના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી હોવી જોઈએ, જેથી તમામ ઉમેદવારોને સમાન તકો મળે.
બીજેઆઈ ચંદ્રચૂડ, જસ્ટિસ હ્યષિકેશ રોય, જસ્ટિસ પમિદીઘંટમ શ્રી નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ મનોજકુમાર મિશ્રાની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં અધવચ્ચેથી ઉમેદવારોની લાયકાત કે કોઈ અન્ય નિયમમાં ફેરફાર કરવો વ્યાજબી નથી.
આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થયું છે કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં સરકારોએ ફક્ત એ જ નિયમોનું પાલન કરવું જોઈએ જે પ્રક્રિયાની શરૂઆત પહેલા અમલમાં હતાં. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને ઉમેદવારોના અધિકારો અને નિષ્પક્ષતાના રક્ષણ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે ભરતીમાં પારદર્શિતા હોવી જોઈએ જેથી કરીને પક્ષપાત કે ગેરરીતિ ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial