Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બુધવારે વિધાનગૃહમાં હોબાળા વચ્ચે પસાર થયેલ ઠરાવના મુદ્દે બબાલઃ એલઓપીએ લીધો વાંધો
શ્રીનગર તા. ૭: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ ૩૭૦ ના મુદ્દે જોરદાર હોબાળો થયો અને શાસક પક્ષ તથા વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ગાળાગાળી તથા મારામારીના શરમજનક દૃશ્યો સર્જાયા હતાં.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આજે ભારે હોબાળો થયો હતો. વિધાનસભામાં આજે પક્ષ અને વિપક્ષ મારામારી પર ઉતરી આવ્યા હતાં. આર્ટિકલ ૩૭૦ પૂર્ન સ્થાપનના પ્રસ્તાવને લઈને આજે વિધાનસભા તોફાની બની હતી.
એન્જિનિયર રશીદના ભાઈ અને અવામી ઈત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુર્શીદ અહમદ શેખે કલમ ૩૭૦ પર બેનર પ્રદર્શિત કર્યા પછી જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે હંગામો અને ઉગ્ર શબ્દોની આપ-લે જોવા મળી હતી. એલઓપી સુનિલ શર્માએ બેનર પ્રદર્શન સામે વાંધો ઊઠાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે બુધવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં એક ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કલમ ૩૭૦ હેઠળ અગાઉના રાજ્યના વિશેષ દરજ્જાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી, જેને કેન્દ્ર દ્વારા ઓગસ્ટ ર૦૧૯ માં રદ્ કરવામાં આવી હતી.
ચાલુ સત્રના ત્રીજા દિવસે નેશનલ કોન્ફરન્સના નેતા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ રજૂ કરેલા ઠરાવને વિપક્ષી ભાજપના સભ્યોના જોરદાર વિરોધ છતાં શાસક પક્ષનું સમર્થન મળ્યું હતું. આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આ વિધાનસભા વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટીના મહત્ત્વની પુષ્ટિ કરે છે, જેણે જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોની રક્ષા અને તેનું એક તરફી નિષ્કાસન પર ચિંતા વ્યક્ત કરે છે. આ વિધાનસભા ભારત સરકારથી જમ્મુ-કાશ્મીરના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વિશેષ દરજ્જાની પુનઃસ્થાપના, બંધારણય ગેરંટી અને જોગવાઈઓને પુનઃસ્થાપિત કરવા માટે બંધારણીય મિકેનિઝમ તૈયાર કરવાનું આહ્વાન કરે છે. વિધાનસભા આ વાત પર ભાર આપે છે કે પુનઃસ્થાપનની કોઈપણ પ્રક્રિયા રાષ્ટ્રીય એક્તા અને જમ્મુ-કાશ્મીરના લોકોની કાયદેસરની આકાંક્ષાઓ બન્નેનું રક્ષણ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial