Advertisement
Author: નોબત સમાચાર

હોટલમાં કામ કરતા બે બાળકને મુક્ત કરાવી બાળ સુધારગૃહમાં ખસેડાયા

હોટલના સંચાલક સામે કરાઈ ફોજદારીઃ

જામનગર તા. ૭: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલી ચાની એક હોટલમાંથી ચૌદેક વર્ષની વયના બે બાળક કામ કરતા મળી આવ્યા છે. તે બાળકોને મુકત કરાવી એએચટીયુની ટીમે હોટલના સંચાલક સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના જુદા જુદા વિસ્તારોમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ખોડિયારકોલોની નજીક મહાકાળી સર્કલ પાસે એક હોટલમાં બાળમજૂર કામ કરતા હોવાની બાતમી મળી હતી. પીઆઈ વાય.જે. વાઘેલાને વાકેફ કરાયા પછી દોડી ગયેલી એએચટીયુની ટીમે ત્યાં આવેલી જયગોપાલ માલધારી ટી સ્ટોલ નામની દુકાનમાં ચકાસણી કરી હતી.

તે દુકાનમાં ચૌદેક વર્ષની વયના બે બાળક કામ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. બંને બાળકોને ત્યાંથી મુક્ત કરાવી બાળ સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે અને એએચટીયુના હે.કો. આર.કે. ઝાલાએ ખુદ ફરિયાદી બની આ હોટલના સંચાલક અને સપડા ગામમાં રહેતા મુન્ના લાખાભાઈ જોગસવા સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh