Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગર તાલુકાના બેડ ગામે રહેતા ઈશાકભાઈ પુપર જણાવે છે કે મને હૃદયની બીમારી હતી, જેથી હું પ્રાઈવેટ હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલ તરફથી સારવારના રૂ. ૨ લાખ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નજીકના સરકારી કેન્દ્રમાં જતાં ત્યાંના ડોકટરે મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ અંગે જાણકારી આપવામાં આવતા મેં સરકારની આ યોજનાનો લાભ લીધો અને તેમાં રૂા. ૧૦ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. મારા હૃદયની બીમારીની સારવાર આ કાર્ડ દ્વારા વિનામૂલ્યે થઈ છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરી તમામ લોકોને પણ નિવેદન કરૃં છું કે જેમની પાસે પણ આયુષ્માન કાર્ડ ન હોય તેઓ આ કાર્ડ સહેલાઈથી કઢાવી સરકારની આરોગ્યલક્ષી સેવાનો લાભ મેળવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial