Advertisement
Author: નોબત સમાચાર

શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટ ઉત્સવ

૧૦૮ યજમાનો સેવાનો લાભ લઈ શકશે

જામનગર તા. ૩૦: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ ચૈત્ર સુદ એકમ તા. ૯-૪-ર૪ ને મંગળવારે સાંજે પ-૩૦ થી ૮ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન હિન્દુ ધર્મ અનુસાર બ્રહ્માજીએ ચૈત્ર સુદ એકમના દિનથી સૃષ્ટી નિર્માણ આરંભ કર્યું હતું. એટલે ચૈત્ર મહિનાના પ્રથમ દિનને હિન્દુ નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. અન્નકૂટ ઉત્સવમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦૮ યજમાનો જ સેવાનો લાભ લઈ શકશે. વધુ માહિતી માટે (મો.૯પ૧ર૪ પ૪૩૦૦) પર વોટ્સએપ મેસેજ અથવા મંદિરનો રૂબરૂ સંપર્ક કરવા મુખ્યાજી દર્શનભાઈની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh