Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૩૭ રોકાણકારોને નવડાવી દેનાર પેઢીના એક શખ્સની કરાઈ ધરપકડ

કૌભાંડનો આંકડો કરોડોમાં જવાની સેવાઈ રહી છે શંકાઃ

જામનગર તા. ૩૦: જામનગરમાં શેરબજારના કામને લગતી ઓફિસ શરૂ કરી ચાર વ્યક્તિએ બે વર્ષમાં ૩૭ જેટલા રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા મેળવી લીધા પછી પેઢીને તાળા મારી દીધા હતા. પોલીસમાં તેની ફરિયાદ થયા પછી આ કૌભાંડના એક આરોપીને પોલીસે પકડી લીધો છે. તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

જામનગરના પી.એન. માર્ગ પર નિઓ એટલાન્ટિક બિલ્ડીંગમાં આવેલી ક્રેડીટ બુલ્સ નામની પેઢીના સંચાલકોએ બે વર્ષ પહેલાં પેઢી શરૂ કરી ત્યારે નાગરિકોને તેમના રોકાણ સામે દર મહિને સારૂ એવું વળતર અપાવવાની લાલચ બતાવી આકર્ષયા હતા. આ પેઢીના સીઈઓ અને ફાઉન્ડર ધવલ દિનેશભાઈ સોલાણી, પાર્ટનર ફરઝાના ઈરફાન શેખ, હ્યુમન રિસોર્સીસ વિભાગના યશ દિનેશભાઈ સોલાણી અને રીજીઓનલ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામાએ બે વર્ષ સુધી રોકાણકારોને આંબા આંબલી બતાવ્યા હતા.

ત્યારપછી અચાનક જ આ પેઢીના સંચાલકો લાપત્તા બની જતાં રોકાણકારોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. તે પેઢીમાં રૂા.પ લાખનું રોકાણ કરનાર કેયુર વિજયભાઈ સુરેલીયાએ પોતાની સાથે તથા અન્ય રોકાણકારો સાથે છેતરપિંડી કરવા અંંગે ઉપરોક્ત ચારેય વ્યક્તિ સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હાની તપાસ પીઆઈ પી.પી. ઝાના વડપણ હેઠળ શરૂ કરાયા પછી પોલીસે રોકાણકારોનો સંપર્ક આરંભ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૩૭ રોકાણકારો મળી આવ્યા છે. તેઓએ નાની મોટી રકમ આ પેઢીમાં રોકી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી આ કૌભાંડ કરોડોનું હોવાની આશંકા સેવાઈ રહી છે. તે દરમિયાન ગઈકાલે પોલીસે આ પેઢીના રીજીઓનલ હેડ પંકજ પ્રવીણભાઈ વડગામાને પકડી પાડ્યો છે. તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ શખ્સ પાસેથી અન્ય આરોપીના સગડ મેળવવા માટે ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh