Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવનિયુક્ત જિલ્લા કમાન્ડન્ટના આદેશથી ફફડાટઃ
જામનગર તા. ૩૦: જામનગર હોમગાર્ડઝના ત્રણ જવાનને રાજ્યકક્ષાની કચેરી આયોજિત કેમ્પમાં તાલીમ માટે જવાનું હોવા છતાં આ જવાનો કેમ્પમાં હાજર ન થતાં તેઓને સસ્પેન્ડ કરાયા છે.
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીને રાજ્યકક્ષા ની વડી કચેરી દ્વારા યોજવામાં આવેલા બેઝીક, એડવાન્સ અને લીડરશીપના તાલીમ કેમ્પમાં હોમગાર્ડઝ જવાનોને મોકલવાનો આદેશ મોકલાયો હતો. તેના પગલે જામનગર હોમગાર્ડઝના ત્રણ જવાનને તેમાં જવા આદેશ થયો હતો.
તે આદેશની અવગણના કરી સિટી-એ યુનિટના ૧ અને સિટી-બી યુનિટના ૨ જવાન તાલીમ કેમ્પમાં પહોંચ્યા ન હતા. આથી જામનગર હોમગાર્ડઝના વર્તમાન કમાન્ડન્ટ જી.એલ. સરવૈયાએ ત્રણેય જવાનને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે. ફરજમોકૂફ થયેલા ત્રણમાં એક જવાન કમાન્ડન્ટના સંબંધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને ફરજની રૂએ સસ્પેન્ડ કરી નાખવામાં આવતા પોતાની ફરજમાં બેદરકાર રહેતા હોમગાર્ડઝ જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial