Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેવડો ખર્ચ કરાવતી તરંગી યોજનાઃ અનિયમિતાએ હદ વટાવી
ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયા નગરપાલિકા દ્વારા તત્કાલીન સમયમાં પાલિકાના ૪૦ જેટલા રોજમદારો ડ્રાયવરોનો પગાર ચાલુ રાખીને તરંગી યોજના જેમ વર્ષે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે અને તેટલો જ ખર્ચ પાછો પાલિકાને પોતાના આ કામના કર્મચારીઓ જે નવરા પડ્યા છે તેનો આવે છે. આ એજન્સી ગંભીર બેદરકાર હોય તેની અકાર્યક્ષમતા તથા બેદરકારી અંગે ફરિયાદો ઉઠવા પામી છે.
ડોર ટુ ડોર કચરો રોજ ઉપાડવાનો હોવા છતાં અહીંના વોર્ડ નં.૭ ના વિસ્તારોમાં બે દિવસે એક વખત ઉપાડવામાં આવે છે. પાલિકા વિસ્તારમાં પહોંચી નથી શકતા આ ડોર ટુ ડોર વાળા પાલિકા બહારના વિસ્તારોમાંથી કચરો ઉપાડે છે. ડોર ટુ ડોર કચરા કલેકશનમાં એક કચરો ભેગો કરીને ગાડીમાં નાખવા માટે હોવો જોઈએ તેના બદલે અનેક વખત એક ડ્રાયવર જ ત્યાં તાજેતરમાં ચાર પાંચ દિવસ કચરાની ગાડી નહીં આવતા નાગરિકો કચરો ઘરમાં ભેગો કરી પરેશાન થઈ ગયા છે. ગાડી બગડે તો તુરત વૈકલ્પિક વ્યવસ્થા થવાના બદલે બીજે દિવસે એ વિસ્તારનો વારો આવે છે !! ગાડીમાં ભીનો-સૂકો કચરો માટે અલગ ખાના હોવા જોઈએ તેના બદલે એક જ જગ્યામાં બન્ને પ્રકારના કચરા નખાય છે !!
આ એજન્સી સામે અગાઉ પણ કાટમાળ પથ્થરા નાખી વજન વધુ કરાવવાની ફરિયાદો ઉઠી હતી. કેટલીયે વખત સફાઈ અધિકારીઓ દ્વારા રંગે હાથે તેમને પકડીને દંડ પણ કરાયો છે પરંતુ તેમની આ ગંભીર બેદરકારી ભારે ટીકાપાત્ર બની છે. તાકીદે પગલા લેવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial