Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજપૂત સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીને સમર્થન
જામનગર તા. ૩૦: ભારતીય જનતા પાર્ટીએ આ વખતની ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં પણ રાજ૫ૂત સમાજને એકપણ ટિકિટ ફાળવી નથી. ભાજપ રાજપૂત સમાજ પ્રત્યે શા માટે દ્વેષભાવ રાખે છે ?
આ સંજોગોમાં તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સસ્તી વોટ બેંકની રાજનીતિ માટે જાહેરમાં રાજપૂત સમાજ વિશે માંગેલો-અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહારો જેવા અત્યંત ઉતરતી કક્ષાના અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. આવા અભદ્ર વાણી વિલાસનો જામનગર આમ આદમી પાર્ટીના રાજપૂત સમાજના સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો છે.
આમ આદમી પાર્ટીના જામનગર શહેરના દિલીપસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહીલ, જયપાલસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુખુભા જાડેજા, ચંદ્રસિંહ રાઠોડ, અસ્મીતાબા પરમાર, વેલુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, ગીતાબા પરમાર, પ્રગ્નાબા ઝાલા, ચેતનાબા જાડેજા, સૂર્યપાલસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સમગ્ર રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી છે. આ માંગણી તદ્દન વ્યાજબી છે અને જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નેતા જાહેરમાં કોઈપણ સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારે, આમ આદમી પાર્ટીમાં સક્રિય સમગ્ર રાજપૂત સમાજના સભ્યો-ભાઈઓ, બહેનો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીને સંપૂર્ણ સમર્થન આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial