Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટીના સમર્થનમાં ઈન્ડિયા ગઠબંધનના મોટા નેતાઓ પણ જોડાશે
નવી દિલ્હી તા. ૩૦: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા ઝારખંડના મુખ્યમંત્રીની ધરપકડના વિરોધ તથા તપાસ એજન્સીઓના દુરૂપયોગ સામે અવાજ ઊઠાવવા કાલે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની વિશાળ રેલી યોજાશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીઓના દુરૂપયોગના વિરોધમાં વિરોધ પક્ષોનું આઈએનડીઆઈએ ગઠબંધન આવતીકાલે દિલ્હીમાં એક મેગા રેલી દ્વારા પ્રદર્શન કરશે.
આમ આદમી પાર્ટી મહારેલીની તૈયારીમાં વ્યસ્ત છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જનતાનું સમર્થન મેળવવા માટે ઘરે-ઘરે જઈ રહ્યા છે. શિવસેના (યુબીટી) ના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ આ મેગા રેલીમાં સહભાગી થવાના છે. આમ આદમી પાર્ટીને રવિવારે ૩૧ માર્ચે રામલીલા મેદાનમાં રેલી કરવાની મંજુરી મળી ગઈ છે. દિલ્હી પોલીસે પાર્ટીને મંજુરી આપી દીધી છે. આ રેલીનું સૂત્ર તાનાશાહી હટાવો, લોકશાહી બચાવો હશે. આમાં વિપક્ષી ગઠબંધનના તમામ પક્ષોને સામેલ કરવામાં આવશે.
આમાં કોઈ એક પાર્ટીનું નહીં ઈન્ડિયા ગઠબંધનનું બેનર લગાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ રેલીમાં સહભાગી થશે. અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન, હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન, શરદ પવાર, ટીએમસીના ડેરેક ઓ'બ્રાયન પણ રેલીમાં આવશે.
કોંગ્રેસનું કહેવું છે કે, આ મહારેલી કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનની ઈડી દ્વારા ધરપકડ અને પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના વિરોધમાં કરવામાં આવી રહી છે. તૃણમુલ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું છે કે પાર્ટી બે નેતાઓને રેલીમાં પ્રતિનિધિ તરીકે મોકલશે, પરંતુ નેતાઓના નામ જાહેર કર્યા નથી.
ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીમાં નિષ્ફળતા પછી તૃણમુલે વિપક્ષી ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ આગ્રહ રાખ્યો છે કે તે શાસક ભાજપની વિચારધારા વિરૂદ્ધ રચાયેલા ઈન્ડિયાનો એક ભાગ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરક્ટોરેટ દ્વારા ર૧ માર્ચે એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેને ર૮ માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ગુરુવારે તેની કસ્ટડી વધુ ચાર દિવસ માટે લંબાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial