Advertisement
Author: નોબત સમાચાર

મોટી રાફુદળમાં દારૂનું કટીંગ કરતા બે શખ્સ ૧૬૬ બોટલ સાથે ઝડપાયા

રંગપરમાંથી ૪૭ બોટલ દારૂ સાથે એક શખ્સની અટકઃ

જામનગર તા. ૩૦: લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના એક ખેતરમાં ઈંગ્લીશ દારૂના ચાલી રહેલા કટીંગ પર એલસીબીએ દરોડો પાડતા ૧૬૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાઈ ગયા હતા. ત્યાંથી દારૂ, બે મોબાઈલ, બોલેરો પીકઅપ વાન કબજે કરાયા હતા. આ શખ્સોએ સપ્લાયરનું નામ આપ્યું છે. લાલપુરના જ રંગપરમાં એક મકાનમાંથી ૪૭ બોટલ પકડી પાડવામાં આવી છે. ત્યાંથી ઝડપાયેલા શખ્સે પણ સપ્લાયરનું નામ એલસીબીને આપ્યું છે.

લાલ૫ુર તાલુકાના મોટી રાફુદળ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે ગઈકાલે મોટી રાફુદળ ગામની સીમમાં અનવર અબ્દુલ બેગ નામના શખ્સના ખેતરમાં દરોડો પાડ્યો હતો.

તે સ્થળે બોલેરો પીકઅપ વાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૬૬ બોટલ સાથે અનવર અબ્દુલ બેગ, દલતુંગી ગામનો માલદે ઉર્ફે માલાભાઈ હીરાભાઈ પંડત નામના બે શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ રૂા.૬૬૪૦૦ની કિંમતનો દારૂ, રૂા.૫ લાખનું વાહન અને બે મોબાઈલ મળી કુલ રૂા.૫,૭૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોની પૂછપરછ કરાતા ચોટીલાના ભરત કાઠી નામના શખ્સે દારૂ મોકલાવ્યાની કબૂલાત મળવા પામી છે. ત્રણેય શખ્સ સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

તે પછી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહની બાતમીના આધારે લાલપુર તાલુકાના રંગપર ગામમાં હેમત જીવાભાઈ ઝાપડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાંથી અંગ્રેજી શરાબની ૪૭ બોટલ મળી આવી હતી. બોટલ, એક મોબાઈલ મળી કુલ રૂા.૨૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. હેમત ઝાપડાએ દારૂનો આ જથ્થો દલતુંગી ગામના માલાભાઈ હીરાભાઈ રબારી પાસેથી લીધાની કબૂલાત આપી છે. બંને સામે ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh