Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલમેલનો અભાવ મોંઘો પડે છે
જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં સંકલનનો અભાવ જોવા મળે છે જેનો ભોગ નગરજનોને બનવું પડે છે તથા મહાનગર પાલિકાની તિજોરીને પણ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.
હાલ સાધના કોલોની માર્ગે ચાલતા કામના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ માસમાં ત્રીજી વખત આ રોડને તોડવામાં આવ્યો છે.
શહેરના હર્ષદ મીલની ચાલી પાસે વરસાદી પાણીના નિકાલ માટે હાલ રોડ તોડવામાં આવી રહ્યો છે. જયાં પાઈપલાઈન નાખવામાં આવનાર છે, પરંતુ મહાનગર પાલિકામાં જુદાજુદા વિભાગમાં સંકલનના અભાવે છેલ્લા પાંચ માસમાં ત્રીજી વખત આ રોડમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને પૈસાનો બગાડ થઈ રહ્યો છે.
અગાઉ જ્યારે પાણીની પાઈપ લાઈનના કામ માટે ખોદકામ કરાયુ ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેના પાઈપ નાખવાની કામગીરી કેમ કરવામાં આવી નહીં? એકબીજા વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ હોવાથી મનફાવે ત્યારે કામ શરૂ થાય છે અને પૈસાનું પાણી થાય છે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે.
મ્યુનિ. કમિશનર દ્વારા રિવ્યુ અને સંકલન બેઠક બોલાવવામાં આવે છે પરંતુ તે તેનો કોઈ ફાયદો જોવા મળતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial