Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ચૂંટણીલક્ષી કામગીરીના અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો

જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્યું નિરીક્ષણ

જામનગર તા. ૩૦: લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત ખંભાળિયામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે પોલીંગ ઓફિસર, પ્રિસાઈડીંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરનો તાલીમ વર્ગ યોજાયો હતો. આ તાલીમ વર્ગોની મુલાકાત લઈ પ્રિસાઈડીંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ખંભાળિયા મતદાર વિભાગ તથા ૮ર દ્વારકા મતદાર વિભાગનું મતદાન તા. ૭-પ-ર૦ર૪ ના યોજાનાર છે. લોકસભા સામાનય ચૂંટણીઓ સંદર્ભે થનરી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧-ખંભાળિયા મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતાં.

આ તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સુપરવાઈઝરની કામગીરી બાબતે ચોક્સાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈધાનિક ફોર્મની વિગતો ભરવા, રજિસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાએ તાલીમ વર્ગોની મુલાકાત લઈ પ્રિસાઈડીંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમમ સવલતો પૂરી પાડવા કટીબદ્ધતા દર્શાવી હતી.

તાલીમ વર્ગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વી.કે. વરૂ અને એ.પી. ચાવડા સહિતના અધિકારીઓએ મુલાકાત કરી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh