Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં ઉમેદવારો સામે ક્રિમિનલ કેસોની સરેરાશ ઓછી પણ...

ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર ટોપ થ્રી ઉમેદવારો કોણ?

અમદાવાદ/નવી દિલ્હી તા. ૩૦: લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ગુજરાતના ઉમેદવારો સામે ક્રિમિનલ કેસોની સરેરાશ ઓછી જણાઈ રહી છે તે ઉપરાંત ભાજપે રિપિટ કરેલા ઉમેદવારોમાં ટોપ-૩ માં જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વિતીય સ્થાને હોવાનું એડીઆરના આંકડાઓના આધારે આવી રહેલા અહેવાલો જણાવે છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં રજૂ થયેલા ઉમેદવારોના એફિડેવિટોના આધારે કેટલાક રસપ્રદ આંકડા જાહેર કર્યા છે, તે મુજબ ગુજરાતમાં ભાજપ દ્વારા રિપિટ થયેલા ૧૪ ઉમેદવારોમાંથી ૪ સામે ક્રિમિનલ કેસો થયેલા છે. જે કુલ ઉમેદવારોના ૧૮.પ૭ ટકા થાય છે. સામાન્યથી માંડીને ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસોનો આ આંકડાઓમાં સમાવેશ કરાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે, અને તેમાં કેટલાક મોટા માથાઓનો પણ સમાવેશ છે.

ગુજરાતના કોઈપણ ઉમેદવાર અબજોપતિ નથી, તેવું પણ વર્ષ ર૦૧૯ આધારિત આંકડાઓમાં જણાવ્યું હતું. એટલું જ નહીં, તે સમયે ભાજપના તમામ રીપિટ ઉમેદવારોની સંપત્તિ પ૦ કરોડથી નીચે હતી.

એડીઆરના રિપોર્ટને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ નેશનલ એવરેજ કરતા ભાજપના ગુજરાતના રિપિટ અને સિટીંગ સંસદસભ્યો સામે ક્રિમિનલ કેસો ઘણાં ઓછા જણાયા છે. આ આંકડાઓ મુજબ નેશનલ લેવલે ૪૪ ટકા રિપિટ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ર૮.પ૭ ટકા છે.

સંપત્તિની દૃષ્ટિએ પણ તફાવત છે. રાષ્ટ્રીય સ્તરે આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ર૦.૭૧ કરોડ છે, જે ગુજરાતમાં ૧૧.૬૯ કરોડ છે.

આમ, ગુજરાતમાં ભાજપે રિપિટ કરેલા ઉમેદવારો રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા ધનવાન અને ગુનેગાર છે, તેમ કહી શકાય, પરંતુ આ વર્ષની ચૂંટણી સમયે તમામ ઉમેદવારીપત્ર ભરાયા પછી વર્તમાન સ્થિતિના તાજા આંકડા સામે આવી શકશે, તે પણ હકીકત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh