Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી-વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે
નવી દિલ્હી તા. ૩૦: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત પ્રચાર માધ્યમો માટે 'એક્ઝિટ પોલ' અને 'ઓપિનિયન પોલ' સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર થઈ છે, તે મુજબ તા. ૧૯ એપ્રિલથી 'એક્ઝિટ પોલ' પર પ્રતિબંધ મૂકાયો છે, અને લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન 'ઓપિનિયન પોલ' પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં 'એક્ઝિટ પોલ' અને 'ઓપિનિયન પોલ' પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ થી 'એક્ઝિટ પોલ' પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન 'ઓપિનિયન પોલ' પર પણ પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯પ૧ ની કલમ ૧ર૬(ક) ની પેટાકલમ (૧) થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (ર) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાાનસભાની પ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે તા. ૧૯-૪-ર૦ર૪ ને શુક્રવારના સવારે ૭ વાગ્યાથી તા. ૧-૬-ર૦ર૪ ને શનિવારના સાંજના ૬-૩૦ વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના 'એક્ઝિટ પોલ' કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને ર વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બન્નેની સજા થઈ શકે છે.
આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર 'ઓપિનિયન પોલ' સંદર્ભે, લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ 'ઓપિનિયન પોલ' કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial