Advertisement
Author: નોબત સમાચાર

એમએસએમઈ અને આવકવેરાની કલમ ૪૩બી (એચ)ની અમલવારી કાયમ માટે રદ કરવા રજુઆત

જામનગર તા. ૩૦: જામનગરની લોક વિચાર મંચ નામની સંસ્થાના પ્રમુખ સહદેવ મકવાણાએ રાષ્ટ્રપતિને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી એમએસએમઈ તથા આવકવેરાની કલમ ૪૩બી (એચ)ની અમલવારી કાયમ માટે રદ કરવા રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવ્યા પ્રમાણે આપણાં દેશમાં મોટાભાગના ધંધા-રોજગારની પ્રવૃત્તિઓ વર્ષોથી મોટાભાગે ૧૮૦ દિવસની કે વધુ સમયની ઉધારી પ્રથાથી ચાલે છે.

આથી સરકાર દ્વારા કરવામાં આવનાર નિયમની અમલવારીના લીધે દેશના નાના અને મધ્યમ ધંધા-રોજગાર અને સેવા પ્રદાતાઓની હાલત ખૂબ કફોડી બનવા પામશે. એવું પણ બની શકે કે આ નિયમની અમલાવારીના કારણે ઘણાં ધંધા-રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓને તેમના ધંધા-રોજગાર સમેટવાનો પણ વારો આવે. જેના લીધે દેશમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામશે. તે ઉપરાંત આવું થવાથી મોટાભાગના ધંધા-રોજગારનું કેન્દ્રીકરણ થશે જેનાથી ચીજવસ્તુઓ અને સેવાના ભાવોમાં વધારો થશે. જે ફૂગાવાનો ડામ સીધો દેશના સામાન્ય લોકોના શીરે આવશે. જેના લીધે તેઓનું જીવન જીવવું મુશ્કેલ બનશે. તેમની રોજીરોટીના ફાંફા થઈ જાય તેવી અકલ્પનીય પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

૧૫ કે ૫૬ દિવસમાં ચૂકવણી ન કરવાના કિસ્સામાં આવી તમામ રકમને આવકવેરાના નફામાં સમાવી લેવામાં આવશે ત્યારે સવાલ એ થાય કે કાયદા અને નિયમનું ઘડતર કરનારાઓ શું દેશના ધંધા-રોજગારની મુશ્કેલીઓથી પરિચિત હોય છે? કે માત્રને માત્ર નાના અને મધ્યમ ધંધા-રોજગારને બંધ કરવાના એકમાત્ર ઉદ્દેશથી દેશના મોટાભાગના ટેક્સ પ્રેકટીશનરો અને વેપારીઓ જેને અણઘડ ગણાવી રહ્યા છે એવા નિયમની અમલવારી કરાવવા જઈ રહ્યા છે.

હાલે પણ મોટાભાગના ધંધાકીય વ્યવહારોમાં પેમેન્ટ ૯૦ થી ૧૮૦ દિવસે આવતા જોવા મળે છે. ત્યારે ધંધાદારીઓએ પોતાના ધરવાના થતા જીએસટી માટે કોઈપણ વ્યવસ્થા કરીને અથવા વ્યાજે લઈને પણ ટેક્સ ભરવો પડે છે. ત્યારે આ નિયમની અમલવારી તેમના માટે પડ્યા પર પાટુ સમાન થશે. જેના પરિણામ સ્વરૂપ તેમને પોતાના ધંધા-રોજગાર સમેટવાનો વારો આવશે આવી પરિસથિતિમાં મોટા ઉદ્યોગપતિઓને ઘી-કેળા જેવી માતબર આવક થવા લાગશે. આનો સીધો ફાયદો મોટા ઉદ્યોગપતિઓના હિતમાં હોવાની પ્રબળ શક્યતા નકારી ન શકાય.

૧૫ અથવા ૪૫ દિવસના પેમેન્ટની અમલવારી જ શક્ય ન હોય ત્યારે આ નિર્ધારીત સમયમાં ચૂકવણી ન થાય તો એ રકમને ધંધા-રોજગારના નફામાં ઉમેરો કરી તેના પર આવકવેરો વસુલવામાં આવશે. ઉપરાંત આવા કેસમાં અપીલ નહીં થઈ શકે અને બેંક ખાતા સીઝ કરવાની જોગવાઈ નાના અને મધ્યમ ધંધાદારીઓની ધંધા-રોજગાર કરવાની સ્વતંત્રતા પર સીધેસીધી તરાપ સમાન છે. માટે આ નિયમની અમલવારી-કલમ રદ કરવી જરૂરી જણાય છે.

ઘણાં સોશિયલ મીડિયામાં આપવામાં આવેલ દાખલા સાથે સમજીએ તો આ નિયમની અમલવારી થતા એક કરોડ જેવા ટર્નઓવર ધરાવતા ધંધા-રોજગારવાળાને આવક કરતા વધારે ટેક્સની જવાબદારી આવશે જેના લીધે તેની હાલત ખૂબ જ કફોડી બનશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh