Advertisement
Author: નોબત સમાચાર

સાડા સાતેક કરોડની જીએસટી ચોરીના આક્ષેપમાં પિતા-પુત્રની જામીન અરજી રદ્દ

બેએક વર્ષ પહેલાં જીએસટી વિભાગે પાડી હતી રેઈડઃ

જામનગર તા. ૩૦: જામનગરના શંકરટેકરી ઉદ્યોગ નગરમાં એક વર્ષ અગિયાર મહિના પહેલાં જીએસટી વિભાગે બે કારખાનામાં ચેકીંગ કરી કરોડોના કેટલાક ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી હતી. તે પછી રૂા.૭,૪૫,૦૦, ૦૦૦ની જીએસટી ચોરી થયાની આશંકાથી ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં કારખાનેદાર પિતા-પુત્રની ધરપકડ કરાઈ હતી. આ બંને આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી કોર્ટે નકારી છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી મેટલ ઈન્ડસ્ટ્રીઝ અને લીબર્ટી નામની બે પેઢીમાં જીએસટીની ટીમે વર્ષ ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં ચકાસણી કરી હતી. તે કારખાનાઓમાં જીએસટીની ચોરી થતી હોવાની આશંકાથી તપાસ શરૂ કરાઈ હતી. કરોડો રૂપિયાના કરાયેલા વ્યવહારોને એક વર્ષ અને દસ મહિના સુધી ચાલેલી તપાસમાં કેટલીક વિગતો બહાર આવી હતી.

ત્યારપછી ગયા મહિને જીએસટીના અધિકારીઓ અસ્તિત્વમાં જ ન હોય તેવી પેઢીના નામે રૂા.૪૧,૪૦,૦૦,૦૦૦ની ખરીદી દર્શાવી આ પેઢીઓમાં રૂા.૭,૪૫,૦૦,૦૦૦ની જીએસટી ચોરી થઈ હોવાની રાવ સાથે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારપછી કારખાનેદાર દીપેન શાહ અને તેમના પિતાની ધરપકડ કરાઈ હતી. જેલહવાલે થયેલા પિતા-પુત્રએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી સામે સરકાર પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે પિતા-પુત્રની જામીન અરજી નકારી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh