Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાની રેસ લગાવાઈ હોવાનો વીડિયો થયો વાયરલઃ
જામનગર તા. ૩૦: ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર રિક્ષાની રેસ લગાવવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ખંભાળિયા પોલીસે શરૂ કરેલી તપાસમાં જામનગરના બે રિક્ષાચાલક ઝડપાઈ ગયા છે. બંને સામે પોલીસે ગુન્હો નોંધી રિક્ષા ડીટેઈન કરી છે.
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર બે ઓટો રિક્ષા પુરપાટ ઝડપે દોડતી હોવાનો અને બંને રિક્ષાના ચાલકો રિક્ષાની રેસ લગાવી રહ્યા હોવાનો વીડિયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાયરલ થયો હતો.
તે વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિએ તપાસનો હુકમ કર્યાે હતો. તેના પગલે ખંભાળિયાના પીઆઈ બી.કે. સરવૈયા તથા ટ્રાફિક પીએસઆઈ વી.એમ. સોલંકીએ તપાસ હાથ ધરી હતી. જેમાં દ્વારકા ધોરીમાર્ગ પર જીજે-૧૦-ટીઝેડ ૧૨૬૨ તથા જીજે-૧૦-ટીઝેડ ૧૩૮૪ નંબરની બે રીક્ષાના સગડ મળવા પામ્યા હતા.
ત્યારપછી આગળ વધેલી તપાસમાં જામનગરના રેલવે સ્ટેશન પાછળ માજોઠીનગર-રમાં રહેતા સાજીદ આમદ માકોડા અને માજોઠીનગર-૧માં રહેતા બશીર યુસુફ સમા નામના શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સો ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર રિક્ષાની રેસ લગાવતા હોવાની વિગતો ખૂલી છે. પોલીસે બંને સામે ગુન્હો નોંધી બંનેને કાયદાનું ભાન કરાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial