Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને ઈડીનું તેડું: સમન્સ

કેજરીવાલ સરકારના એક વધુ મંત્રી ફસાયા

નવી દિલ્હી તા. ૩૦: દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ પછી વધુ એક મંત્રી ફસાયા છે. દિલ્હીના પરિવહન મંત્રીને પણ ઈડીનું તેડું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે.

આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. ઈ.ડી.એ મની લોન્ડરીંગ કેસમાં પૂછપરછ માટે કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યા છે. તેમના પર દિલ્હીની નવી દારૂ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ છે.

આ ઉપરાંત આપ નેતા પર દક્ષિણના લિકરના વેપારી વિજય નાયરને તેમનું સરકારી આવાસ આપવાનો પણ આરોપ છે. ઈ.ડી.એ અગાઉ એમ પણ કહ્યું હતું કે કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ર૧ માર્ચે ઈડી દ્વારા દિલ્હી પોલિસી સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં છે. ઉલ્લેખનિય છે કે, કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh