Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી અધિકાર ગુજરાત પહેલની રજૂઆત
અમદાવાદ તા. ૩૦: 'ગુજરાતમાં ઉમેદવારો ગુનાહિત ઈતિહાસની વિગતો ગુજરાતીમાં પ્રસિદ્ધ કરે...' ચૂંટણી પંચે મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો હોવાનો દાવો માહિતી અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થાએ કર્યો છે.
લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડતા વિવિધ પાર્ટીના ઉમેદવારોની ગુનાહિત ઈતિહાસની વિગતો તેમજ શિક્ષણ, સંપત્તિ જેવી બાબતો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થવી જોઈએ તેવી માહિતી અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થાની રજૂઆતને અંતે ભારતના ચૂંટણી પંચે ઉમેદવારોની વિગતો ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવાનો આદેશ કર્યો છે.
આ સંસ્થાએ જણાવ્યું છે કે, સર્વોચ્ચ અદાલતનો ફેબ્રુઆરી ર૦રર નો એક આદેશ ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, મતદારો પાસે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, સંપત્તિ અને ગુનાહિત ઈતિહાસ સહિતની જરૂરી માહિતી હોવી જરૂરી છે તેથી પ્રત્યેક ઉમેદવારે તેમના પરના ગુનાની વિગતો અખબારો અને સોશ્યલ મીડિયા તેમજ વેબસાઈટ પર મૂકવી જોઈએ. ચૂંટણી પંચે આ માટે સી-ર અને સી-૭ ફોર્મ બહારપાડ્યું છે.
ચૂંટણી પંચે વિગતવાર ગાઈડલાઈન આપી છે, છતાં તેવું ધ્યાનમાં આવ્યું છે કે રાજકીય પક્ષો એ બાબતને ગંભીરતાથી લેતા નથી. વર્ષ ર૦રર માં થયેલી ચૂંટણી દરમિયાન પ્રસિદ્ધ કરેલા ફોર્મની નકલ મેળવીને તેનો અભ્યાસ કરતા ઘણી ક્ષતિઓ બહાર આવી હતી. આ અંગે સંસ્થાએ ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે.
અભ્યાસમાં જણાવ્યું હતું કે, કેટલાક ઉમેદવારોની ગુનાહિત ઈતિહાસની વિગતો પ્રસિદ્ધ થઈ ન હતી. ગુનાહિત ઈતિહાસની વિગતો માત્ર અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરાઈ હતી અને આવી વિગતો એક કે બે વાર છપાવી હતી, જ્યારે સુપ્રિમ કોર્ટે ત્રણ વખત છપાવવાનું કહ્યું છે.
આવી ક્ષતિઓ દૂર કરવા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે અને આરટીઆઈમાં મળેલા પુરાવા પણ જોડવામાં આવ્યા છે. તાજેતરમાં રાજકીય પક્ષોએ તેમના લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાંથી કોઈનો ગુનાહિત ઈતિહાસ હોઈ શકે છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદેશનો ભંગ કર્યો હોવાની ફરિયાદ દાખલ કર્યા પછી રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારીને કચેરીએ તમામ પક્ષોને ગુજરાતી ભાષામાં ગુનાહિત ઈતિહાસની વિગતો પ્રસિદ્ધ કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial