Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી

બે ડીગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૩૦: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે માર્ગો તથા મેદાનો પર ધૂળ ઊડતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ફૂંકાયેલા ગતિમાન પવનના પગલે બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે બપોરે આકરા તાપમાં ઘટાડો થયો હતો.

નગરમાં ૧.પ ડીગ્રી વધી લઘુતમ તાપમાન ર૩.પ ડીગ્રી રહ્યું હતું. બે ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહેવા પામ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh