Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદા જુદા આસામી પાસેથી રોકડ મેળવી આપી દીધા ચેકઃ
જામનગર તા. ૩૦: દ્વારકામાં એક શખ્સે બ્રહ્મ ભોજન કરાવવાની અને ભોજન પછી બ્રાહ્મણોને દક્ષીણા આપવાની વાતો કરી કેટલાક આસામીઓને ચેક આપી તેમની પાસેથી કુલ રૂા.૪,૪૪,૦૦૦ મેળવી લઈ છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દ્વારકા શહેરમાં હોળી ચોક પાસે વસવાટ કરતા અને યજમાનવૃત્તિ સાથે સંકળાયેલા તેજસભાઈ મહેન્દ્રભાઈ ઠાકર નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ ભયલુભાઈ નામના વ્યક્તિ સામે રાવ કરી છે.
આ આસામીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પાસે તથા અન્ય વ્યક્તિઓ પાસે ગયા સોમવારે ભયલુભાઈ નામનો શખ્સ આવ્યો હતો. તેણે બ્રાહ્મણોને ભોજન કરાવવાની તથા ભોજન પછી દક્ષીણા પણ આપવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારપછી ભયલુભાઈએ જુદા જુદા વ્યક્તિઓને અલગ અલગ ચેક આપી રૂા.૪ લાખ ૪૪ હજાર એકઠા કરી લીધા હતા અને પછી પોબારા ભણી લીધા હતા. પોલીસે આ ફરિયાદ પરથી ભયલુભાઈ સામે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial