Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના નવાગામમાં આશ્રમમાંથી યુવતીનું તેના બે ભાઈ સહિત નવ શખ્સે કર્યું અપહરણ

સાતુદળ ચેકપોસ્ટ પર ઉતારી મુકાઈઃ યુવતીને મારવામાં આવ્યો બેફામ મારઃ

જામનગર તા. ૩૦: કાલાવડના નવાગામમાં એક આશ્રમમાં વસવાટ કરતા મહુવાના તરેડ ગામના એક યુવતીનું ગયા સોમવારે સાંજે તેમના બે ભાઈ સહિતના નવ શખ્સે બેફામ માર મારી મોટર, બોલેરો જીપમાં અપહરણ કર્યું હતું. તે વાહનો સાતુદળ પાસે ચેકપોસ્ટ નજીક આ યુવતીને ઉતારીને ભાગી છૂટ્યા હતા. સારવારમાં ખસેડાયેલા આ યુવતીએ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ યુવતીના દાદીને દવાખાને જોવા આવવાનું કહી દબાણ કર્યું હતું.

કાલાવડ તાલુકાના નવાગામમાં જામવાડી રોડ પર આવેલા વિશ્વાસધામ આશ્રમમાં વસવાટ કરતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામના છાયાબેન કરશનદાસ મકવાણા (ઉ.વ.૨૯) નામના યુવતી આ આશ્રમમાં સેવા પૂજા કરવા ઉપરાંત ગાયકી પણ કરે છે.

આ યુવતી ગયા સોમવારે સાંજે આશ્રમમાં હતા ત્યારે મોટરમાં તેમના ભાઈ દયાનંદ કરશનદાસ મકવાણા સહિતના નવ વ્યક્તિ ધસી આવ્યા હતા. મહુવાના તરેડ ગામના દયાનંદ મકવાણાએ પોતાના સગા બહેન છાયાબેનને જણાવ્યું હતું કે, આપણા દાદીની તબીયત ખરાબ છે અને તેઓને સારવાર માટે રાજકોટ દવાખાને દાખલ કરવામાં આવ્યા છે, તેઓ તને જોવા ઈચ્છે છે. આ વેળાએ છાયાબેને સાથે આવવાની ના પાડી દીધી હતી.

ત્યારપછી ઉશ્કેરાયેલા દયાનંદ તેમજ તેના ભાઈ મોરારીદાસ, ઘનશ્યામ ભગવાનભાઈ ગોસ્વામી, સંજય જીવણભાઈ, દિનેશ મુળજીભાઈ રાઠોડ, મનહર વાળા ઉર્ફે મુન્ના, નંદરામદાસ બાપુ ઉર્ફે લાલ બાપુ, રફીક હાસમ શેખ અને રામ રૂખડભાઈ સોલંકી નામના નવ વ્યક્તિએ આશ્રમમાં ઘૂસી જઈ ઢીકાપાટુ વડે માર માર્યાે હતો અને ગાળો ભાંડી હતી. આ શખ્સોએ પોતાની મોટરમાંથી ધોકા કાઢયા હતા. જેમાંથી દયાનંદે પોતાની બહેનને પહેલો ઘા માર્યા પછી બાકીના વ્યક્તિઓ તૂટી પડ્યા હતા.

નવેય શખ્સે પડી ગયેલા છાયાબેનને ટીંગાટોળી કરીને ઉપડ્યા હતા અને મોટરમાં નાખી તેઓનું અપહરણ કર્યું હતું. આ વેળાએ આશ્રમમાં રહેતા અન્ય વ્યક્તિઓ વચ્ચે પડતા તેઓને મોરારીદાસે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ટોળાએ છાયાબેનનું આઈ-૧૦ મોટરમાં અપહરણ કર્યું હતું અને તે પછી સાથે રહેલી બોલેરોમાં આરોપીઓ નાસી છૂટ્યા હતા. ઉપરોક્ત બનાવ આશ્રમના સીસીટીવીમાં કંડારાઈ હતી. આશ્રમમાંથી કોઈએ તરત જ પોલીસને જાણ કરતા પોલીસે નાકાબંધી કરાવી હતી. જેમાં જામકંડોરણા નજીક સાતુદળ ગામ પાસે ચેકપોસ્ટ પર બંને વાહન જોવા મળતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. આ વેળાએ છાયાબેનને ઉતારી મૂકી અપહરણકારો નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત છાયાબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ગઈકાલે સાંજે તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૬૫, ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (ર), ૪૫૨, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) એટ્રોસિટીની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. એસસીએસટી સેલના ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એ. પરમારે તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh