Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન
જામનગર તા. ૩૦: ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરનું નિર્માણ કાર્ય થનાર છે. જેના ભૂમિદાન માટે બનાવવામાં આવેલી એપ્લીકેશનનું લોન્ચીંગ જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર જિલ્લા લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, અગ્રણી નાથાલાલભાઈ મુંગરા, પટેલ સમાજના અન્ય આગેવાનો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. એપ્લીકેશનના લોન્ચીંગ સાથે એક ટીમની રચના પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ હોસ્પિટલ તમામ સમાજ માટેની બની રહેશે. જેથી આ ભૂમિદાન યજ્ઞમાં સર્વ સમાજ પણ જોડાય તેવો અનુરોધ કર્યો હતો.
તાજેતરમાં જ કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલો અત્યંત ગંભીર વાણી વિલાસનો ઉલ્લેખ કરી નરેશભાઈ પટેલે સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. આ ઉપરાંત પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન તથા વિરોધ વંટોળ અંગે તેમજ અન્ય રાજકીય બાબતો અંગે બોલવાનું ટાળ્યું હતું.
જો કે નરેશભાઈ પટેલે જામનગર લોકસભાની બેઠક માટે કોંગ્રેસે પટેલ સમાજને ટિકિટ આપી તે અંગે કોંગ્રેસનો આભાર માન્યો હતો. તેમણે સૂચક નિવેદન કરતા જણાવ્યું હતું કે, પાટીદારોનો જયાં હકક છે તેવી બેઠકો ચોક્કસ પણે પાટીદારોને જ મળવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial